અક્ષય કુમારે સારા અલી ખાન સાથે ‘અતરંગી રે’નું શૂટિંગ કર્યું શરૂ

અક્ષય કુમારે સારા અલી ખાન તથા ધનુષની ફિલ્મ ‘અતરંગી રે’નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મને આનંદ એલ રાય ડિરેક્ટર કરી રહ્યાં છે. અક્ષયે શૂટિંગના પહેલા દિવસની તસવીર શૅર કરી હતી. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારે સ્કોટલેન્ડ જઈને ‘બેલ બોટમ’નું શૂટિંગ પૂરું કર્યું હતું. ત્યાંથી આવીને અક્ષયે ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ પતાવ્યું હતું. અક્ષય કુમારે સારા અલી ખાન સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘લાઈટ્સ, કેમેરા તથા એક્શન શબ્દો જે ખુશી લઈને આવે છે તેની ક્યારેય તુલના થઈ શકે તેમ નથી.
‘અતંરગી રે’નું શૂટિંગ શરૂ કર્યું. તમારા પ્રેમ અને શુભેચ્છાની જરૂર છે. સારાએ પણ આ જ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘અતરંગી રે’ વધુ રંગીન બની. અક્ષય કુમાર સાથે કામ કરવા બહુ જ ઉત્સાહી છું. વેબ પોર્ટલ પિંકવિલાના અહેવાલ પ્રમાણે, આનંદ એલ રાય પોતાની ફિલ્મ માટે લીડિંગ એક્ટરની શોધમાં હતા. આ રોલ સ્પેશિયલ તથા મહત્ત્વનો હતો. સૌ પહેલાં તેમણે રીતિક રોશનને આ રોલ ઓફર કર્યો હતો. રીતિકે ફિલ્મમાં કામ કરવાની ના પાડી હતી. ત્યારબાદ આ રોલ અક્ષય કુમારને ઑફર કરવામાં આવ્યો હતો. અક્ષય કુમાર ડિરેક્ટર આનંદ એલ રાયને બહુ જ માન આપે છે અને તેથી જ તેણે આ રોલ તરત જ સ્વીકારી લીધો હતો.
અક્કી માત્ર બે અઠવાડિયા જ શૂટિંગ કરશે. માત્ર ૧૪ દિવસના શૂટિંગ માટે અક્ષયને ૨૭ કરોડ રૂપિયા ફી આપવામાં આવશે. આ વર્ષએ ફિલ્મની જાહેરાત કરવામાં આવી અને માર્ચમાં વારાણસીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું. જાેકે, કોરોનાને કારણે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શક્યું નહોતું. ઓક્ટોબર મહિનામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં મુંબઈમાં ફિલ્મનું સેકન્ડ શિડ્યૂઅલ ચાલી રહ્યું છે.
Recent Comments