ભાવનગર જિલ્લામાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હેઠળ તળાજા, મહુવા અને પાલીતાણા
તાલુકાના ગામોને આવરી લેતી પસવી જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં
આવનાર છે.ઉંચડી સબહેડ વર્ક્સ ખાતે આવેલ પાણીના સ્ટોરેજ ટાંકીમાંથી નવીનતમ પાઇપલાઇન સાથે જોડાણ માટે
જરૂરી જોબ કનેકશનની કામગીરી કરાવાની હોવાથી ગોપનાથ સેકશન હેઠળ આવતાં ૧૯ ગામોમાં તારીખ ૧ મે,
૨૦૨૬ થી ૫ મે, ૨૦૨૬ સુધી પાણી પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો રાબેતા મુજબ ફરી
શરૂ કરવામાં આવશે.
આ સમય દરમિયાન આ ગામોના લોકોએ ગ્રામ્ય કક્ષાએથી પાણી પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન
કરવા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગની યાદીમાં જણાવ્યું છે.
પસવી જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ગોપનાથ સેકશનના ૧૯ ગામોમાં ૧ થી ૫ મે સુધી પાણી પુરવઠો બંધ રહેશે















Recent Comments