અભિનેત્રી કંગના રનૌતના ટ્વીટર એકાઉન્ટને કામચલાઉ રીતે સસ્પેન્ડ, કહ્યું મારા અવાજને તમે કાયમી રીતે દબાવી દઇ શકો નહીં

સતત વિવાદોના અને એ રીતે મિડિયાના કેન્દ્રમાં રહેતી બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌતના ટ્વીટર એકાઉન્ટને કામચલાઉ રીતે સસ્પેન્ડ કરાયો હોવાની જાણકારી મળી હતી. કંગના સતત ટ્વીટર પર વિવાદાસ્પદ અને વાંધાજનક સંદેશા મૂકતી હતી. તાજેતરમાં ટ્વીટર ટ્વીટરે એના એકાઉન્ટ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી નાખ્યો હતો. એ પછી પણ કંગના શાંત બેઠી રહી નહોતી.
એણે ટ્વીટ કરી હતી કે મારા ટ્વીટર એકાઉન્ટને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. પરંતુ તેથી કંઇ મારા વિચારો દબાઇ જવાના નથી કે હું કોઇથી ડરી જવાની નથી. હું દેશભક્ત છું અને મારો દેશપ્રેમ મારી ડઝનબંધ ફિલ્મોમાં દેખાશે. મારા અવાજને તમે કાયમી રીતે દબાવી દઇ શકો નહીં. કંગના છેલ્લાં થોડાં વરસોથી એક યા બીજા પ્રકારના વિવાદોમાં સંડોવાતી રહી છે. રિતિક રોશન સાથેનો વિવાદ પૂરો થયો નહોતો ત્યાં એ મહારાષ્ટ્રના રાજકીય પક્ષો સાથે બાખડી પડી હતી.
ખાસ કરીને હોનહાર અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાન પછી એણે સતત મુંબઇ પોલીસની અને શાસક પક્ષ શિવસેનાની આકરી ટીકા કરી હતી. સાથોસાથ એ બોલિવૂડના ધુરંધરો જેવા કે મહેશ ભટ્ટ, સંજય લીલા ભણસાલી અને કરણ જાેહરની ટીકા કરતી રહી હતી.
Recent Comments