અમરેલીનાં ‘દીકરાનાં ઘર’ ખાતે ‘સપ્તસુર કારાઓકે કલબ’ દ્વારા સંગીત સંઘ્યા કાર્યક્રમ યોજાયો

હિતેશ જોષી દ્વારા સંચાલિત ભભસપ્તસુર ઓરકેસ્ટ્રા કારાઓકે કલબભભ અમરેલી જે સેવાકીય સંસ્થાઓ માટે વિનામૂલ્યે કાર્યક્રમ આપી રહયા છે. તેમના દ્વારા તા.11/3ના રોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ભભદીકરાના ઘરભભ અમરેલી ખાતે ત્યાંના વડીલો સાથે ફરાળ અને સંગીત સંઘ્યાનું આયોજન કરેલ હતું. આ તબકકે અમરેલી નગરપાલિકા વોર્ડ નં.-3ના ભાજપની પેનલના સભ્યો જેમણે પોતાના વિજયના એક સપ્તાહની અંદર જ પવનવેગે સેવાકીય કાર્યો શરૂ કરેલા છે. જેમ કે 70 વર્ષથી વધુ વયના લોકો માટે ભભકોરોના રસીકરણભભ દીકરાના ઘરના વડીલો માટે ભભમા અમૃતમ કાર્ડભભ તથા તેમના કાર્યક્ષેત્રમાં પાણી, રસ્તા વિગેરે માટે તેઓ શરૂથી જ અવિરત કાર્ય શરૂ કરેલ છે. તેવા નિલેશભાઈ ધાધલ, જયાબેન પી. બારૈયા, ખુશ્બુબેન ડી. ભટ્ટ, બ્રિજેશભાઈ પી. કુરૂંદલેનું તેમના કાર્યોથી પ્રેરાઈ સન્માન કરવામાં આવેલ હતું. કાર્યક્રમના એન્કર અમિતભાઈ પટેલનુંપણ સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સપ્તસુરને ભાજપની પેનલ દ્વારા ફરાળ માટેનું કરીયાણું તથા સન્માન માટેની સાલ પિયુષભાઈ જાની મહાવીર વસ્ત્ર ભંડાર તરફથી આપી મદદરૂપ થયેલ હતા. હિતેશ જોષી, રોહિણી જોશી, વિનુભાઈ ભરખડા, કમલેશ પંડયા દ્વારા જૂના કર્ણપ્રિય ગીતો દ્વારા વડીલો તથા શ્રોતાગણ ઝુમી ઉઠયા હતા.
Recent Comments