અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ત્રાકુડા મુકામે બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે “અમૃત સરોવર”નું ખાતમુહૂર્ત થયું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ત્રાકુડાને “આદર્શ ગામ” તરીકે વિકસિત કરવાની નેમ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માધ્યમથી ત્રાકુડાનો ‘આદર્શ ગામ’ તરીકે વિકાસ કરાશે. એક આદર્શ ગામમાં જે- જે સુવિધાઓ મળવા પાત્ર હશે તેનો લાભ ત્રાકુડાને મળશે.
આ તકે રાજ્યપાલશ્રીના હસ્તે અને સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન રાજકોટના સંતોના વૈદિક મંત્રોચ્ચાર સાથે “અમૃત સરોવર”નું ખાતમુહૂર્ત થયું હતું.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર ખેતીપ્રધાન છે. અહીં અમૃત સરોવરના નિર્માણથી જળસિંચનની ક્ષમતા વધશે. બારે માસ પાણીનો સંગ્રહ થશે જેના દ્વારા કૃષિ સાથે પશુ- પક્ષી, પ્રકૃતિ સૌનું કલ્યાણ થશે.
ગતરોજ આ પરિસરમાં રાજ્યપાલશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા જળ સંરક્ષણ સાથે પર્યાવરણ જતનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે. જે. જાડેજા, પ્રાંત અધિકારી શ્રી, (ધારી – ખાંભા) અર્પણ ચાવડા, શ્રી રાકેશ દુધાત પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.















Recent Comments