અમરેલી ખાતે ડો. અબ્દુલ કલામ ગણિત અને વિજ્ઞાનની અત્યાધુનિક લેબનું ઉદ્ઘાટન કરતા વિપક્ષી નેતા પરેશ ધાનાણી
સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે ભારતનું નામ રોશન કરનાર પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ ની વિશ્વના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોમાં અને શિક્ષણમાં તેમને કરેલું પ્રદાન હંમેશા યાદ રહેશે. અમરેલી ખાતે આજે નાગનાથ ચોકની સામે નગરપાલિકા શૈક્ષણિક ઉપકર અનુદાન યોજના હેઠળ ડો. અબ્દુલ કલામ ગણિત અને વિજ્ઞાન લેબનું ઉદ્ઘાટન રાજ્યના વિપક્ષના નેતા પરેશ ધાનાણીના વરદ હસ્તે યોજાયું હતું. હવે અમરેલીના બાળકોને આધુનિક પ્રયોગશાળાનો લાભ મળશે. આ પ્રયોગશાળામાં બાળકોને ગણિત તથા વિજ્ઞાનના આધુનિક મોડલો દ્વારા વિષય વસ્તુની સરળ સમજણ મળી રહેશે. બાળકોને ગણિત, વિજ્ઞાનના વિષયો શીખવાનો ઉત્સાહ ઉમંગ રહે તે માટે ગણિત વિજ્ઞાનના વર્કિંગ મોડેલો દ્વારા બાળકોને સૈદ્ધાંતિક ખ્યાલોનું નિર્દેશ પણ આપવામાં આવશે.આ પ્રયોગશાળા થકી બાળકો ભવિષ્યમાં શિક્ષણ અંગેના કાર્યો કરી શકશે. આ પ્રયોગશાળામાં બાળકોને અત્યાધુનિક સુવિધાઓ મળી રહે તે અંગેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ડો. અબ્દુલ કલામ ગણિત અને વિજ્ઞાન લેબ જે.પી.સોજીત્રાના સંપૂર્ણ માર્ગદર્શન નીચે બની છે. આ પ્રયોગશાળા થકી અમરેલીના પ્રાથમિક શાળા ના બાળકોને સારો લાભ મળી શકશે. આ પ્રસંગે પી.પી.સોજીત્રા, નગરપાલિકાના પ્રમુખ જેન્તીભાઈ રાણવા, નગરપાલિકાના ચીફ ઓફિસર હુણ, જે.પી.સોજીત્રા તેમજ અમરેલી નગરપાલિકાના પ્રાથમિક શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments