fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લાનાં સરકારી બાંધકામનાંકોન્‍ટ્રાકટરની ભાવ વધારો કરી આપવાની માંગ

આવેદનપત્રમાં જણાવેલ છે કે, બજારમાં સિમેન્‍ટ, સ્‍ટીલ, ડામર, રેતી, કપચી અને ઈંટ ઉપરાંત બાંધકામ કારીગરો-શ્રમિકોનાં દરમાં અંદાજે 30 થી 40 ટકા અસહૃા ભાવ વધારો થયેલ છે તે અત્‍યારે કોન્‍ટ્રાકટરોએ ભોગવવો પડી રહૃાો છે. કોન્‍ટ્રાકટરોનાં માર્જિન સાવ ઘસાય ગયા છે તેમજ લાખો કરોડો રૂપિયાની ખોટ ભોગવવાની આવે તેમ છે. અમો રાજય સરકાર તથા તેની સંલગ્ન બોર્ડ-નિગમો તેમજ નગરપાલિકામાં કામગીરી કરી રાષ્‍ટ્ર નિર્માણમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરના વિકાસમાં અમો સેવા રથ છીએ, સરકાર ઘ્‍વારા અમોને આરબીઆઈનાં ઈન્‍ડેકસનાં આધારે ભાવ વધારો ચૂકવવામાં આવે છે. પરંતુ તે માર્કેટમાં ચાલી રહેલા ભાવ કરતા ઘણો જ ઓછો હોય છે. એટલે પોષણક્ષમ નથી ઘણા કોન્‍ટ્રાકટરો આ કારણે જ સરકારી કામથી દૂર થઈ રહૃાાં છે. આથી અમારી નમ્ર માંગણી છે કે સરકારે આરબીઆઈ ઈન્‍ડેકસ પ્રમાણે નહિ પરંતુ બજાર ભાવ પ્રમાણે ભાવ વધારો ચૂકવવો જોઈએ. જો સરકાર એમ ના કરી શકે તો કોન્‍ટ્રાકટરોની સામે સહાનુભૂતિપૂર્વક કોઈ પગલા, દંડ વિના કામમાંથીમુકત કરવા માંગ કરેલ છે.

1પ દિવસમાં માંગણી સંતોષવામાં ન આવે તો જાહેર બાંધકામનાં કામો બંધ કરી નવા ટેન્‍ડરો ભરવાનો બહિષ્‍કાર કરી ટેન્‍ડર ભરવાની કી જિલ્‍લા પ્રમુખને સોંપી આપવાની ચીમકી આપી છે.

Follow Me:

Related Posts