કચ્છના ગાંધીધામમાં એક શખ્સ દ્વારા કરોડોની લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્ટેટ બેંક નજીકથી એક શખ્સ કેસવાન ઉઠાવી ગયો હતો. કેસવાનમાં બે કરોડથી વધુની રકમ હતી. જાે કે, ગણતરી મીનિટોમાં જ કેશવાન મળી આવી હતી. પોલીસે આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, કચ્છના ગાંધીધામમાં બેન્કિંગ સર્કલ વિસ્તારમાંથી એક શખ્સ ૨ કરોડથી વધુની રકમ ભરેલી કેશવાન લઈને ફરાર થતાં દોડધામ મચી ગઈ હતી. જાે કે, ગણતરી મીનિટોમાં જ કેશવાન મળી આવતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો. ત્યારે પોલીસે આરોપીને ઝડપી પૂછપરછ હાથ ધરી છે.


















Recent Comments