fbpx
સૌરાષ્ટ - કચ્છ

કોરોનાઃ રાજકોટમાં છેલ્લાં ૨૪ કલાકમાં શહેરમાં ૧૨ દર્દીઓના મોત

કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. ત્યારે રાજકોટમાં કોરોનાને લઇ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં સતત વધી રહેલા કેસને લઇને તંત્ર ચિંતામાં છે. ત્યારે રાજકોટમાં છેલ્લાં ૨૪ કલાકમાં શહેરમાં ૧૨ દર્દીઓના મોત થયા છે. જે જાેતા કહી શકાય કે રાજકોટમાં પણ કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાકનો મૃત્યુઆંક સૌથી વધુ છે. કોરોનાના વધતા જતા મૃત્યુઆંકથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.
ગઇકાલે ૬ દર્દીઓના મોત થયા હતા. જાેકે, મોત અંગેનો આખરી ર્નિણય ડેથ ઓડિટ કમિટી લેશે. રાજ્યભરમાં કોરોનાએ હાહાકાર મચાવી રાખ્યો છે. રાજકોટ કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના મોત આંકમાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૧૨ લોકોના મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે કોરોનાના ૬ દર્દીના મોત નીપજ્યા હતા. જેમા ૬માંથી એક દર્દી કોવિડથી મોત થયાનું ડેથ ઓડિટ કમિટિએ જાહેર કર્યું છે.
તે સિવાય ૧૨ દર્દીમાં કોવિડથી મોતને લઇને પણ ડેથઓડિટ કમિટી ર્નિણય લેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાના કેસ વધતા ૪ મહાનગરોમાં રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યા છે. જ્યારે રાજકોટમાં કોરોનાના કેસમાં આટલો વધારો નોંધાતા અને કોવિડ દર્દીના મોત થતા એક ચિંતાનો વિષય છે.

Follow Me:

Related Posts