સ્વાદ મોંઘો થયો ને હવે રસોઈમાં તિરાડ પડી,
કેરી મીઠી હતી પણ ભાવમાં બહુ કડવાશ નડી.
સીઝન અથાણાંની આવી પણ ગજવું ખાલી લાગે,
મોંઘવારીની આ અસરમાં ખુદ અથાણું પણ તીખું લાગે.
–“પાંધી સર”
ગુજરાતી પરિવારોમાં આખા વર્ષ માટેના અથાણાં બનાવવાની સીઝન હવે પૂરબહારમાં ખીલશે , પરંતુ આ વર્ષે મોંઘવારીની સીધી અસર અથાણાં પર પણ જોવા મળી શકે છે. કાચી કેરીથી લઈને મસાલા અને તેલના ભાવમાં થયેલા વધારાએ સામાન્ય માણસની ચિંતામાં વધારો કર્યો છે.
માર્કેટમાં થોડા સમયમાં જ અથાણાં માટે જાણીતી રાજાપુરી, કાગડા અને તોતા જેવી કેરીઓનું આગમન થશે. ખાસ કરીને મુરબ્બા માટે વપરાતી રાજાપુરી કેરી અને અથાણાં માટે વપરાતી કાગડા કેરીના ભાવ ગયા વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધશે એવી શક્યતા જોવા મળે છે. ગત વર્ષ કરતાં આ વર્ષે કાચી કેરી મોંઘી થશે
મરચાના ભાવમાં દોઢ ગણો વધારો થયો છે, જ્યારે કાશ્મીરી મરચાના ભાવ તો લગભગ બમણા થઈ ગયા છે. આ ઉપરાંત રાય, મેથીના કુરિયા અને તેલના ભાવ પણ ગત વર્ષ કરતા ઘણા ઊંચા છે. અથાણું એ ગુજરાતી ભોજનનો અભિન્ન હિસ્સો છે. જે પરિવારોમાં શાકની અછત હોય ત્યાં અથાણાંથી કામ ચલાવી લેવાય છે, પરંતુ હવે અથાણું બનાવવું પણ આર્થિક રીતે બોજારૂપ બની ગયું છે.
ટૂંકમાં, વધતી જતી મોંઘવારીએ મધ્યમ અને ગરીબ પરિવારો માટે જીવન જીવવું દોહ્યલું બનાવી દીધું છે.










Recent Comments