ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૦૯ જાન્યુઆરી થી ૧૬ જાન્યુઆરી સુધી
મેષ :- આઠમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ તમાર પારિવારિક જીવન માં વૈચારિક મત ભેદ કે વાણી થી કોઈ પ્રશ્નો ઉભા ન કરે તે બાબત ધાયા ન આપવું પડે મન ને સ્થિર રાખવા પ્રયત્ન કરવો સૂર્ય દશમાં સ્થાને સરકારી કાર્ય માં યશ અને માન વાધરનાર બને.
બહેનો :- વાહન ચલાવવા માં ખૂબ કાળજી રાખવી ધ્યાન આપવું.
વૃષભ :- સાતમા સ્થાને ચંદ્ર ભાગીદારી અને દાંપત્ય જીવંન માં નાની મોટી સમસ્યા પણ આપે અને પછી એનું સુખદ સમાધાન પણ લઈ આવે વિચારો માં ગડમથલ રહે સૂર્ય નું ભાગ્ય સ્થાન માં આગમન વડીલો થી ભાગ્યોદય કરાવે.
બહેનો :- લગ્ન ઇચ્છુકો માટે વાત ચિત આગળ વધે સારા સમાચાર મળે.
મિથુન :- છઠ્ઠા સ્થાને ચંદ્ર નું ભ્રમણ તબિયત બાબત ખૂબ કાળજી પૂર્વક નું વલણ રાખવું જેથી આરોગ્ય સચવાય બિન જરૂરી દોડ ધામ ટાળવા પણ પ્રયત્ન કરવો સૂર્ય નું આઠમાં સ્થાને ભ્રમણ પૈતૃક સંપતિ કે વિલ વારસા ના પ્રશ્નો લાવે .
બહેનો :- જૂના રોગો માથી મુક્ત થવાનો રસ્તો મળતા આનંદ રહે.
કર્ક :- પાચમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ જૂના સ્ત્રી મિત્રો ને મળવાનું થાય એના દ્વારતા તમારા ધંધાકીય ક્ષેત્રે માં થોડો લાભ રહે સંતાનો ઉપર ધ્યાન આપી શકો સૂર્ય નું પાચમાં સ્થાને આગમન ખૂબ જ સારા નિર્ણયો લેવામાં મદદ રૂપ થાય.
બહેનો :-સખી સહેલી મિત્રો સાથે આનંદ થી સમય વિતાવી શકો.
સિંહ :- ચોથા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ સ્થાવર મિલકત જમીન ખેતી વાડી પાણી ને લગતા કામકાજ માં પ્રયત્ન રખાવનાર બને સુખ ના સાધનો વધારવામાં સારું રહે સૂર્ય નું છઠ્ઠા સ્થાને ભ્રમણ કોર્ટ કચેરી શત્રુ ઑ ઉપર વિજય અપાવે .
બહેનો :-ભૌતિક સુખ વધતાં આનંદ નો અનુભવ થાય.
કન્યા :- ત્રીજા સ્થાને ચંદ્ર નું ભ્રમણ જળ માર્ગ થી કે પરદેશ થી ચાલતા કામકાજ માં ધીમું છતાં સારું પરિણામ મળે નવા નવા વ્યક્તિ ઑ થી સારું રહે સૂર્ય પચમાં સ્થાને ભ્રમણ સંતાનો માટે ઉચ્ચ્તમ શિક્ષણ ક્ષેત્રે સફળતા આપે.
બહેનો :-ધાર્મિક વિધિ વિધાન પૂજા પાઠ માટે સરળતા રહે.
તુલા :- બીજા સ્થાને ચંદ્ર નું ભ્રમણ પારિવારિક જીવન અને આવક બાબત મધ્યમ સમય રહી શકો પાણી વળી જગ્યા એ પ્રવાસ પર્યટન પિકનિક નો આનંદ મળે વાહન ચલાવવા માં ધ્યાન આપવું સૂર્ય ચોથા સ્થાને સ્થાવર મિલકત વધારનાર બને છે.
બહેનો :- પરિવાર ના કાર્ય માં વ્યસ્ત રહવાનું બને.
વૃશ્ચિક :- આપની રાશિ માં ચંદ્ર નું ભ્રમણ વિચારો ના વંટોળ માં ફસાયેલા રહો શું કરવું શું ન કરવું એની સમજણ નો પડે દાંપત્ય જીવન માં સારું રહે સૂર્ય નું ત્રીજા સ્થાને આગમન આપના દરેક કાર્ય ને પૂરતું બાલ અને પ્રેરણા આપે .
બહેનો :- પાણી વળી જગ્યા એ સાવધાની રાખવી વિચારો શાંત રાખવા .
ધન :- વ્યય ભુવન માં બાર માં સ્થાને ચંદ્ર અને આપની રાશિ માથી વિદાઇ લઈ રહેલ સૂર્ય નારાયણ આવક જાવક માં પલડું બરાબર રાખે વડીલ માતા બહેન દીકરી પાછળ ખર્ચ થાય સૂર્ય બીજા સ્થાને જતાં માનસિક ચિંતા ઑછી થાય .
બહેનો :- મુસાફરી માં આરોગ્ય ની તકેદારી રાખવી જરૂરી બને.
મકર :- લાભ સ્થાને ચંદ્ર અને આપની રાશિ માં સૂર્ય ગુરુ શનિ ની યુતી આપના માટે અનેક પ્રકાર ના લાભ ની પ્રાપ્તિ કરાવે શનિ મહારાજ લોખંડ ખનીજ ના ધંધા માં લાભ આપે ભાગીદારી માં નવા નિર્ણયો લાભકારી બની શકે.
બહેનો :- સંતાનો ના ઉજ્વવલ ભવિષ્ય નો પાયો મજબૂત બને.
કુંભ :- દશમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ ધંધાકીય રીતે સારું રહેશે તમારી આવક માં વધારો થાય ગૃહ ઉપયોગી ધંધા માં તેજી નો માહોલ જોવા મળે સૂર્ય નું બારમે આગમન વડીલ વર્ગ ની તબીયાત માં સુધારો લાવનાર પણ ખર્ચ વધારે.
બહેનો :- પિતૃ ગૃહે જવાનો અવસર પ્રાપ્ત થતાં આનંદ રહે.
મીન :- ભાગ્ય સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ ભાગ્યોદય માટે ની તમારી મહેનત રંગ લાવતી જોવા મળે ધાર્મિક કાર્ય દ્વારા તમારું ધ્યેય સિધ્ધ કરવામાં ઈશ્વર ની કૃપા મળે સૂર્ય ગુરુ શનિ આવક માટે ખૂબ સારા લાભ આપનાર બને.
બહેનો :- તીર્થ યાત્રા દેવ દર્શન અને ભાઈ ભાંડુ નો સ્નેહ મળે.
વાસ્તુ :- ઘાર ની અંદર હકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવા વર્ષ માં એક બે વખત સારા ધાર્મિક ઉત્સવ કરવારથી નેગેટિવે ઉર્જા નો નાશ થાય છે.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638
Recent Comments