અમરેલી

દામનગર શહેર ની અનેક સંસ્થાન ના રચનાત્મક અગ્રણી સ્વ વજુભાઇ રૂપાધડા ની રવિવારે પ્રાર્થના સભા યોજાશે

દામનગર અનેક સંસ્થાન માં જીવનભર રચનાત્મક અગ્રણી સ્વ વ્રજલાલભાઈ બાબુભાઈ સિધ્ધપુરા ઉવ ८८ નું મુંબઈ ખાતે ગત ૨૭/૦૫/૨૬ ના રોજ દેહાંવસાન થતા સદગત ની દામનગર ખાતે તા.૦૭/૦૬/૨૬ રવિવાર ના રોજ પ્રાર્થના સભા યોજાશે સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ પંચ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ શ્રી કુંભનાથ મહાદેવ વિકાસ સમિતિ શ્રી વેજનાથ મહાદેવ ટ્રસ્ટ શ્રી રામજી મંદિર નવ નિર્માણ સમિતિ શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર સમિતિ જેવી અનેક સંસ્થાન માં આજીવન સેવારત વિનોદ વૃત્તિ થી નાના મોટા સૌ કોઈ ના દિલ માં અદબ થી આદર ધરાવતા સ્વ વજુભાઇ બાબુભાઈ સિદ્ધપરા (રૂપાધડા) ની દામનગર તેમના નિવાસ સ્થાને પ્રાર્થના સભા યોજાશે માતા-પિતા સ્વ. ચંપાબેન બાબુભાઈ સિધ્ધપુરા ધર્મપત્ની સ્વ. મંજુલાબેન, ભાઈ-ભાભી  નીતિનભાઈ-નિલમબેન, પુત્ર-પુત્રવધુ: સ્વ. સંજયભાઈ-ગં. સ્વ ભારતીબેન, પાર્થભાઈ-કિંજલબેન પુત્રી-જમાઈ સોનલબેન પરેશકુમાર મકવાણા, મનીષાબેન હર્ષદકુમાર ચૌહાણ, અમીબેન ઋષભકુમાર ભીમજીયાણી, શ્વેતાબેન દીપકુમાર મકવાણા બહેન-બનેવી ગં.સ્વ. હંસાબેન રમણીકલાલ મકવાણા, ઈન્દુબેન રસિકલાલ ડોડીયા, પૌત્રીઃ દિશા ધ્રુવકુમાર ઠક્કર, દોહિત્ર-દોહિત્રીઃ નિધિબેન કાર્તિકકુમાર સિધ્ધપુરા, જયરાજ, ધનરાજ, વિરાજ, વ્યોમા, હિતાર્થ, વિદીતા, ધ્રીશીવ તથા સમસ્ત દામનગરવાળા સિધ્ધપુરા પરિજનો ની ઉપસ્થિતિ માં રવિવારે પ્રાર્થના સભા યોજાશે સદગત ના જીવન કવન સમાજ પ્રત્યે ની ઉદત ભાવના ને તાદ્રશ્ય કરાવશે અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી ઉપસ્થિત રહેશે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

Related Posts