અમરેલી

ચિતલથી ઈગોૈરાળા ગાડા માર્ગને પાકો ડામર રોડ બનાવવાની ધારદાર રજુઆત કરતા : પરેશ ધાનાણી

અમરેલીના લોક લાડીલા ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણીએ અમરેલી તાલુકાના ચિતલ ગામે ચિતલ થી ઈગોૈરાળા જવાનો રસ્તો ચિતલ રેલ્વે સ્ટેશનના ફાટક પાસે થી જવાનો અંદાજે ૪.૦૦ કિ.મી. નો હયાત ગાડા માર્ગ છે. આ ગાડા માર્ગની જગ્યાએ નવો પાકો ડામર રોડ બનાવવા આવે તો આ વિસ્તારના ખેડુતોને તેમજ રાહદારીઓને ખુબ જ ટુકો અને સુવિધા સભર રસ્તો મળી રહે તેમજ આ વિસ્તારમાં શેલા હનુમાનુજીની ખુબ જ પોૈરાણીક અને મોટી જગ્યા આવેલ હોય શ્રધ્ધાળુઓને પણ આ જગ્યાએ જવા સારા રસ્તાની સુવિધા મળી રહે તે માટે ચિતલ થી ઈગોૈરાળા ગાડા માર્ગને પાકો ડામર રોડ કરવાની ધારદાર રજુઆત અમરેલીની ધારાસભ્ય પરેશ ધાનાણીએ કરી છે.

Follow Me:

Related Posts