જિલ્લા ક્લેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી

અમરેલી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે આજે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રેખાબેન મોવલિયા અને ઉપપ્રમુખ તરીકે ભુપતભાઇ વાળા જાહેર કરી શુભકામનાઓ પાઠવી હતી. આ તકે જિલ્લા પંચાયતના નવનિયુક્ત ૩૪ સદસ્યો પૈકી ૩૨ સદસ્યો હાજર રહ્યા હતા.
આ સભામાં પૂર્વ મંત્રીશ્રી વી. વી. વઘાસીયા, અગ્રણીશ્રી બાવકુભાઇ ઉંધાડ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ પ્રમુખશ્રી હિરેનભાઈ હિરપરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જોશી તથા નવનિયુક્ત સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments