જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા દ્વારા ૨૩ માર્ચ શહીદ દિન નિમિતે શહીદોની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

મા ભારતીના વીર સપૂતો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના શહીદી દિવસે જિલ્લા ભાજપ અમરેલી દ્વારા શહીદ વીરોની પ્રતિમાને પુષ્પાંજલી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કોષાધ્યક્ષ શ્રી દિપકભાઈ વઘાસિયા, શહેર પ્રમુખ શ્રી તુષારભાઈ જોશી, કુંકાવાવ તાલુકા પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા, ભાજપ અગ્રણી શ્રી જલ્પેશ ભાઈ મોવલિયા, દિલીપભાઈ સાવલિયા, ચંદુભાઈ રામાણી, ભગીરથભાઈ ત્રિવેદી, સંદીપભાઇ માંગરોળીયા, દેવેન્દ્રભાઈ ધાંધલ, ચિરાગભાઈ ચાવડા સહિત હાજર રહ્યા હતા
Recent Comments