ગુજરાત

દીવ,દમણમાં શનિવાર અને રવિવારે પાર્ક,બીચ પર્યટકો માટે બંધ રહેશે

હોળીને આડે હવે માંડ સાતથી આઠ દિવસે છે અને ધૂળેટી સોમવારે આવતી હોય ઘણાં લોકો આ વીકેન્ડમાં બહાર ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તો તેમના આ મોટા સમાચાર સામે આવ્યા છે. જાે હોળીના તહેવાર પર તમે દિવ દમણ જવાનું વિચારો છો તો ચેતી જજાે. કારણ કે પ્રશાસને દીવ દમણમાં શનિવાર અને રવીવારને લઈને મોટો ર્નિણય કર્યો છે.

દીવ, દમણ સેલવાસા પ્રશાસને શનિવાર અને રવિવારે, પાર્ક અને બીચ પર્યટકો માટે બંધ રાખવાનો ર્નિણય કર્યો છે. એટલે કે શનિવાર અને રવિવારે પર્યટોકને બીચ અને પાર્કમાં જવાની એન્ટ્રી નહીં મળે. એટલું જ નહીં પ્રશાસને આદેશ કર્યો છે કે ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓને હોટલમાં પ્રવેશ આપતા પહેલા કોવિડ ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે. રિપોર્ટ નેગેટિવ હશે તો જ હોટલમાં એન્ટ્રી મળશે. આ રિપોર્ટ ૭૨ કલાક પહેલાનો હોવો જરૂરી છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આગામી આદેશ ન થાય ત્યાં સુધી વીકએન્ડ પર તમામ જાહેર સ્થળો બંધ રાખવામાં આવશે.

આ સાથે જ પ્રશાસને સ્થાનિક લોકોને સલાહ આપી છે કે તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોની મુલાકાત બને ત્યાં સુધી ન લે. નોંધનીય છે કે, આ ત્રણે રાજ્યો એવા છે જ્યાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે.

Follow Me:

Related Posts