ભાવનગર રેન્જ આઇ.જી. તથા અમરેલી પોલીસ અધિક્ષક એ શરીર સંબંધી તથા મિલકત સંબંધી તથા પ્રોહિબિશન ગુનાને લગતી અસામાજીક પ્રવૃતિઓ માં સંડોવાયેલ ઈસમ વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરી તેઓને પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપવા માટે સુચના આપવામાં આવેલ હોય, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. સી.પી.વાઘેલા એ અમરેલી જિલ્લામાં પ્રોહિબિશન સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ ઈસમ વિરુદ્ધ પાસા અંગે દરખાસ્ત તૈયાર કરી જે પોલીસ અધિક્ષક મારફતે જિલ્લા મેજીસ્ટ્રેટ-અમરેલી તરફ મોકલી આપવામાં આવેલ હોય, જે અન્વયે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્રાજ એ શિલ્પેશ ઉર્ફે શિલ્પો બાલુભાઇ વાળા, ઉ.વ.૪૪, રહે.સાવરકુંડલા, કાપેલધાર વિસ્તાર, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.ઈસમ વિરુદ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખેલ. જેથી
પાસા વોરંટ ની બજવણી કરી મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ. આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.સી.પી.વાઘેલા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા તથા વુ. હેડ કોન્સ. દયાબેન જસાણી તથા પો.કોન્સ. રમેશભાઈ સીસારા દ્વારા કરવામાં આવેલ છે.
















Recent Comments