કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે, દેશમાં કોવિડ વેક્સિનેશનનું અભિયાન શરૂ થયા પછી અત્યાર સુધી કુલ ૧૬ લાખ લોકો રસી લઈ ચુક્યાં છે. એક અંદાઝ પ્રમાણે ભારતે વેક્સિનેશનમાં અમેરિકા અને બ્રિટનને પણ પાછળ છોડી દીધા છે. દેશમાં છેલ્લા ૬ દિવસોમાં ૧૦ લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
મંત્રાલય અનુસાર, દેશમાં વેક્સિનેશન અભિયાન શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં કુલ ૧૬ લાખ લોકો રસી લઈ ચુક્યાં છે. બ્રિટનને ૧૦ લાખનો આંકડો પાર કરવામાં ૧૮ દિવસ અને અમેરિકાને ૧૦ દિવસનો સમય લાગ્યો હતો. જ્યારે ભારતમાં ૨૪મી જાન્યુઆરીએ સવારનાં ૮ વાગ્યા સુધીમાં ૧૬ લાખ(૧૫,૮૨,૨૦૧) લાભાર્થીઓએ રસી લગાવી હતી. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં યોજાયેલા કુલ ૩,૫૧૨ સેશનમાં ૨ લાખ(૧,૯૧,૬૦૯) લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી ૨૭,૯૨૦ સેશનનું આયોજન કરી દેવામાં આવ્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, દેશમાં કોરોના સંક્રમિતોને શોધવા માટે ‘કોન્ટેક્ટ ટ્રેસિંગ’ની વ્યૂહરચના સફળ રહી અને દેશમાં નવા કેસોમાં સતત ઘટાડાની સાથે સાથે સારવાર મેળવી રહેલા દર્દીઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો છે. દેશમાં હાલમાં ૧,૮૪,૪૦૮ દર્દીઓની સારવાર ચાલી રહી છે. જે કુલ કેસોનાં માત્ર ૧.૭૩ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૯૪૮ દર્દીઓ રિકવર થયા છે, જ્યારબાદ આ સમયગાળામાં ૧,૨૫૪ દર્દીઓ ઓછા નોંધાયા છે.
દેશમાં માત્ર ૬ દિવસમાં ૧૬ લાખથી વધુ લોકોએ કોરોનાની રસી મૂકાવીઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Recent Comments