fbpx
બોલિવૂડ

ધૂમ ૪માં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં નજરે પડે તેવી શક્યતા

ધૂમ સિરીઝમાં અત્યાર સુધી બનેલી બધી ફિલ્મોની અપાર સફળતા બાદ દર્શકોને સિરીઝની આગામી ફિલ્મ એટલે કે ‘ધૂમ ૪’ની આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ખુબ જલદી યશરાજ ફિલ્મ્સ ધૂમ-૪ની જાહેરાત કરી શકે છે. સાથે ખબર તે પણ છે કે આ ફિલ્મમાં બોલીવુડની મસ્તાની દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં જાેવા મળી શકે છે.
ફિલ્મના મેકર્સ આ માટે દીપિકા સાથે વાત કરી રહ્યાં છે. જાે અભિનેત્રી આ ફિલ્મ માટે હા પાડી દે તો આ વર્ષના અંતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મ દ્વારા દર્શકોને એકવાર ફરી ખુબસૂરત ચોરની જાેવા મળશે. અહેવાલો પ્રમાણે મેકર્સ ધૂમ ૪માં દીપિકાને ખુબ સ્ટાઇલિશ ચોરનીના રૂપમાં રજૂ કરવાના છે.
પરંતુ ધૂમ-૪ને લઈને અત્યાર સુધી ફિલ્મના મેકર્સ તરફથી કોઈપણ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ જાે ખરેખર દીપિકા પાદુકોણ આ ફિલ્મ માટે પોતાની ડેટ્‌સ આપે છે તો આ ચોથી વાર હશે જ્યારે મસ્તાની યશરાજ ફિલ્મ્સ સાથે કામ કરશે. આ પહેલા તે વર્ષ ૨૦૦૮માં ફિલ્મ ‘બચના એ હસીનો, વર્ષ ૨૦૧૦માં લફંગે પરિંદેમાં કામ કરી ચુકી છે. તો તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વર્ષના અંત સુધી યશરાજની આગામી ફિલ્મ ‘પઠાન પણ રિલીઝ થઈ જશે. જેમાં દીપિકા પાદુકોણ એક્શન કરતી જાેવા મળશે.

Follow Me:

Related Posts