નવા રાષ્ટ્રપતિ બાઇડને ૧૩૮ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી
૨૦ જાન્યુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ બનનાર જાે બાઇડને તેમનો સૌથી મહત્ત્વનો વાયદો નિભાવવાની જાહેરાત કરી દીધી છે. બાઈડને કોરોનાના કારણે ગંભીર રીતે પ્રભાવિત થયેલી અમેરિકાની અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે ૧.૯ ટ્રિલિયન ડોલરના રાહત પેકેજની જાહેરાત કરી છે. એને અમુક ભાગમાં વહેંચવામાં આવશે. પેકેજને કોંગ્રેસ એટલે કે અમેરિકન સંસદનાં બંને ગૃહમાં પસાર કરવામાં આવશે. આ પેકેજ લાગુ થયા પછી દરેક અમેરિકનના ખાતામાં ૧૪૦૦ ડોલર એટલે કે રૂ. ૩૦ હજાર જમા થશે. વધુ એક ખાસ વાત એ છે કે બાઈડનના પેકેજમાં નાના વેપારીઓને પણ રાહત આપવામાં આવી છે. પેકેજને ‘અમેરિકન રેસ્ક્યૂ પ્લાન’ નામ આપવામાં આવ્યું છે.
બાઈડનના પેકેજનો એકમાત્ર ઉદ્દેશ અમેરિકાના અર્થતંત્રને ફરી પાટા પર ચડાવવાનો છે. પેકેજમાં જે પ્રકારે ફંડની વહેંચણીની જાેગવાઈ કરવામાં આવી છે એને જાેતાં સ્પષ્ટ થાય છે કે કારોબાર, શિક્ષણ અને દરેક અમેરિકી નાગરિકને રાહત આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ સાથે વેક્સિનેશન પર પણ ભાર આપવામાં આવ્યો છે.
ભારતીય અર્થતંત્ર અત્યારે ૩ ટ્રિલિયન ડોલર છે. આ દૃષ્ટિએ જાેઈએ તો બાઈડને જે રાહત પેકેજની જાહેરાત કરી છે એ ભારતીય અર્થતંત્રના કુલ મૂલ્યના અડધાથી પણ વધારે છે.
Recent Comments