fbpx
રાષ્ટ્રીય

પાંચ આતંકીઓમાંથી ત્રણ કાશ્મીરી અને ૨ પંજાબ સાથે જાેડાયાદિલ્હીમાં પોલીસે એન્કાઉન્ટર બાદ ૫ સંદિગ્ધ આતંકીઓને ઝડપી પાડ્યા

હથિયાર અને ડૉક્યુમેન્ટ્‌સ જપ્ત, આપત્તિજનક સામગ્રી મળતા ખળભળાટ

દિલ્હી પોલીસે ૫ શંકાસ્પદ આતંકવાદીને ઝડપી લીધા છે, જેમાંથી ૨ પંજાબના અને ૩ કાશ્મીરના છે. શકરપુર વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલાં એન્કાઉન્ટર પણ થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ કોઈ આંતકી સંગઠન સાથે જાેડાયેલા છે, પણ હાલ એની જાણ થઈ શકી નથી, પરંતુ આ નાર્કો ટેરરિઝમ નેટવર્ક સાથે જાેડાયેલા છે. તેમનાં નામ શબ્બીર અહમ, અયુબ પઠાન, રિયાઝ રાઠર, ગુરજિત સિંહ અને સુખદીપ સિંહ છે, જેમાંથી એક પંજાબના શૌર્ય ચક્ર વિજેતા એક્ટિવિસ્ટ હલવિંદરની હત્યામાં પણ સામેલ હતો.
મળતી માહિતી પ્રમાણે, જમ્મુ-કાશ્મીરના નંબરવાળી સફેદ રંગની ગાડીમાં સવાર શંકાસ્પદોને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો તો તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું. જે ગાડીમાં આ શંકાસ્પદ સવાર હતા એનો નંબર જેકે ૦૪બી ૮૧૭૩ છે. પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલા એક શંકાસ્પદનો હાથ પંજાબમાં શૌર્ય ચક્ર વિજેતા એક્ટિવિસ્ટ બલવિંદર સિંહની હત્યામાં હોવાની શંકા છે.
આતંકીઓએ ૧૭ ઓક્ટોબરે એક્ટિવિસ્ટ બલવિંદરની હત્યા કરી નાખી હતી. બલવિંદર સિંહે પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદના સમયમાં બહાદુરીથી આતંકીઓનો મુકાબલો કર્યો હતો. તેમની પર ૪૨ વખત હુમલા થયા હતા. એને કારણે તેમના પરિવાર સહિતને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
શકરપુર પૂર્વ દિલ્હીનો વિસ્તાર છે. આ લક્ષ્મીનગર અને મયૂર વિહાર વચ્ચે આવે છે. શકરપુરમાં કરવામાં આવેલી કાર્યવાહી સાથે જ પોલીસે આખાય શહેરમાં સુરક્ષા વધારી દીધી છે. આ પહેલાં નવેમ્બરમાં પણ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે જૈશ-એ-મોહમ્મદના ૨ શંકાસ્પદ આતંકીને સરાય કાલે ખાંની પાસેથી ઝડપ્યા હતા.

Follow Me:

Related Posts