પોલીસ પરેડ ગ્રાઉન્ડ અમરેલી ખાતે જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્યપર્વની ઊજવણી કરાશે
અમરેલીના જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ અમરેલી ખાતે સવારે ૯ કલાકે યોજાશે. આ પ્રસંગે સહકાર, રમત ગમત યુવા – સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ ત્રિરંગાને સલામી આપશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી પરેડનું નિરિક્ષણ કરશે. આ તકે મંત્રીશ્રીના પ્રાસંગિક ઉદબોધન બાદ મંત્રીશ્રીના હસ્તે સાહસિકો, ખેલાડીઓ વગેરેને સન્માનિત કરવામાં આવશે. ૭૫માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે.
Recent Comments