પ્રિયંકા ચોપડાએ ખેડૂત આંદોલન મુદ્દે દુઃખ વ્યક્ત કરી કહ્યું આ આપણા સૈનિક છે
દેશમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલને આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે. આ આંદોલનમાં બોલિવુડ પણ એક અગત્યની કડી બનીને ઉભરી રહ્યું છે. જાે ખેડૂત રસ્તા પર અવાજ બુલંદ કરી રહ્યા છે તો કેટલાંય સેલેબ્સ સોશિયલ મીડિયા પર પણ આ જ કરતા દેખાઇ રહ્યા છે.
અભિનેત્રી પ્રિયંકા ચોપડાને પણ ખેડૂતોની સ્થિતિ જાેઇ ખૂબ દુઃખ થઇ રહ્યું છે. આમ કહીએ તો તે અત્યારે દેશમાં નથી પરંતુ આ ખેડૂત આંદોલનને ખૂબ જ નજીકથી ફૉલો કરી રહી છે.
પ્રિયંકા એ ટ્વીટ કરીને એ વાત પર દુઃખ વ્યકત કર્યું છે કે ખેડૂતોને આટલી તકલીફ ઝીલવી પડી રહી છે. તેણે ટ્વીટમાં લખ્યું છે કે ખેડૂતો તો આપણા સૈનિક છે. તેમના દરેક ડરને ખત્મ કરવો જરૂરી છે. તેમની આશાઓને પૂરી કરવી જરૂરી છે. લોકતંત્ર હોવાના નાતે આપણી જવાબદારી છે કે આ વિવાદ ઝડપથી ઉકેલવામાં આવે.
એક્ટ્રેસની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂકી છે. ફેન્સ તેના પર કેટલાંય પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. હવે કેટલાંક લોકો એવા પણ સામે આવી રહ્યા છે કે પ્રિયંકાના વિચારોથી તો સહમત દેખાઇ રહ્યા છે પરંતુ તેમણે એક્ટ્રેસને આ મુદ્દા પર બોલવાનું યોગ્ય લાગી રહ્યું નથી. હવે કારણ કે એક્ટ્રેસ દેશમાં હાજર નથી એવામાં આ મુદ્દા પર તેનું બોલવું કેટલાંક લોકોને ખટકી રહ્યુપં છે.
આમ તો પ્રિયંકા એ આ ટ્વીટ દિલજીતની જ એક બીજી ટ્વીટ રિએકટ કરતાં કર્યું છે. દિલજીત એ એ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી કે કેટલાંક લોકો કિસાન આંદોલનમાં પણ ધર્મનો એંગલ નીકળી રહ્યા હતા. તેમણે આ આંદોલનને ધર્મ દૂર કરવાની કોશિષ કરી હતી.
Recent Comments