fbpx
રાષ્ટ્રીય

ભાગેડુ માલ્યાએ બ્રિટનમાં આશ્રયની માંગ કરી બ્રિટનમાં આશ્રય મેળવવા માલ્યા ગૃહપ્રધાન પ્રીતિ પટેલના શરણે પહોંચ્યો

છેતરપિંડીના કેસમાં ભારતથી બ્રિટન ભાગી ગયેલા વિજય માલ્યાએ બ્રિટનમાં કોર્ટથી સફળતા મળતી ન દેખાતા. બ્રિટેનમાં રહેવાની અન્ય રીતો અપનાવવાનું શરૂ કર્યું છે, બ્રિટનમાં આશ્રય મેળવવા માલ્યા હવે ગૃહ પ્રધાન પ્રીતિ પટેલના શરણે પહોંચ્યા છે. માલ્યાના વકીલે લંડન હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન આ માહિતી આપી હતી. પ્રીતિ પટેલ પાસે પહોંચ્યાની પાછળ કહેવમાં અવી રહ્યું છે કે, માલ્યાએ બ્રિટનમાં આશ્રયની માંગ કરી છે.
બ્રિટનના ગૃહમંત્રાલયે ફક્ત એટલું જ કહ્યું છે કે માલ્યા પ્રત્યાર્પણના આદેશને અમલ કરવામાં આવે તે પહેલાં ગુપ્ત કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. જાે કે, ગૃહમંત્રાલયે આશ્રય માટેની કોઈ અપીલ સ્વીકારી કે નકારી નથી. બ્રિટિશ સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ભારત સરકારની પ્રત્યાર્પણ વિનંતી સામે માલ્યાના પડકારને ફગાવી દીધો હતો. જે બાદ વિજય માલ્યા બ્રિટનમાં જામીન પર છે અને ત્યાં સુધી ગૃહમંત્રી પ્રીતિ પટેલ તેમને ભારત પ્રત્યાર્પણના આદેશ પર હસ્તાક્ષર નથી કરતા.
માલ્યા ભારતમાં મની લોન્ડરિંગ અને કિંગફિશર એરલાઇન્સ મામલે છેતરપિંડીના મામલે વોન્ટેડ છે. જ્યારે કોર્ટને માલ્યાની પ્રત્યાર્પણની કાર્યવાહી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેના વકીલ ફિલિપ માર્શલે કહ્યું હતું કે પ્રત્યાર્પણ બરકરાર છે પરંતુ તેઓ હજી પણ અહીં છે કારણ કે તેમના માટે ગૃહ પ્રધાન પ્રીતિ પટેલને અપીલ કરવાનો હજી બીજાે રસ્તો છે.

Follow Me:

Related Posts