ભાવનગર

શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડનો પ્રકૃતિના સાનિધ્યમાં એક દિવસીય શૈક્ષિણક પ્રવાસ યોજાયો

 તળાજાના તાલુકાના હબુકવડ ખાતે કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ – હબુકવડ દ્વારા શાળાના બાળકો માટે એક દિવસીય શૈક્ષિણક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું , આ પ્રવાસમાં પાંડેરિયા,કદમગીરી , ઐયાવેજ,બગદાણા જેવા  પ્રાકૃતિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવી..

              પ્રવાસની શરૂઆત પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રથી કરવામાં આવી . બાળકોએ પ્રકૃતિના ખોળે ખૂંદવાનો અનેરો આનંદ પ્રાપ્ત કર્યો. અહીંની હરિયાણી ધરતી  નિહાળીને બાળકો તણાવ મુકત બન્યા હતા. ત્યારબાદ કદમગીરીમા કોળાંબા ડુંગર પર કમળાઇમાં ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી . બાળકોએ પગપાળા પગથિયાંથી ડુંગર ચડી રસ્તે કુદરતના અનેરા સાનિધ્યનો લાવો લીધો હતો. અહીંથી બતાતા લીલાછમ ડુંગરો , ઝાડીઓ અને વૃક્ષોની વચ્ચે ખરેખર કુદરતના અનેરા સ્વરૂપનો અનુભવ થયો. ઐયાવેજ ખાતે ખોડીયાર માતાના દર્શન કરી  બાળકોએ માતાના સાનિધ્યમાં ગરબાની રમઝટ જમાવી હતી. સાથે પાલિતાણા ડેમના હિલોળા મારતા ડેમને પણ નિહાળ્યો હતો. પ્રવાસના અંતમાં બગદાણા બજરંગદાસ બાપાના મંદિરે દર્શન કરી ખરીદી કરી પોતાની આ યાદોને હંમેશા માટે પોતાના જીવનના કેમેરામાં કેદ કરી હતી.

        સમગ્ર પ્રવાસ દરમિયાન બાળકોએ ખૂબ જ આનંદ લૂંટ્યો હતો. આજના ટેન્શન ભર્યા ભણતર માં એક અલગ દિવસની ઉજવણી કરી બાળકો એ ખરેખર અદ્ભુત આનંદ પ્રાપ્ત કર્યો. સમગ્ર પ્રવાસમાં શિક્ષકો ખૂબ સરસ વ્યવસ્થા જાળવવામાં સફળ નીવડ્યા હતા.

Related Posts