ભાવનગરના બોરતળાવમાંથી આધેડની લાશ મળી આવતા ચકચાર

ભાવનગર શહેરના બોરતળાવમાં આજે સવારે આધેડની લાશ મળી આવી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ દેસાઈનગર ઝવેરભાઈની વાડીમાં રહેતા ભુપત ડાભી ઉં.વ.૫૫ નામના આધેડનો મૃતદેહ મળ્યો હતો.
ભુપત ડાભી છેલ્લા ત્રણ દિવસ પહેલા ઘરેથી કહ્યાં વગર નીકળી ગયા હતા. ત્યારબાદ તેમના દીકરા દ્વારા ભારે શોધખોળ બાદ આજે સવારે બોરતળાવ ભાવ વિલાસ પેલેસ પાછળ તળાવમાં લાશ તરતી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બિગ્રેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને લાશને પાણીમાંથી બહાર કાઢી હતી.
બોરતળાવમાં મૃતદેહ તરતો હોવાની જાણ ભાવનગર ફાયર વિભાગને અને બોરતળાવ ડિ.ડિવિઝન પોલીસને કરાતા ઘટનાસ્થળ પર પહોંચી લાશને બહાર કાઢી હતી. આ બનાવથી ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. અને પોલીસ લાશને પી.એમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે મોકલી આપી છે. અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments