મહુવા ખાતે અમૃત ખેડૂત બજારનો શુભારંભ
૧૫ સ્ટોલ પરથી ૨૭ ખેડૂતોએ શરૂ કર્યું ઓર્ગેનિક ઉત્પાદનોનું વેચાણ
આત્મા પ્રોજેક્ટ ભાવનગર અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્વારા મહુવા ખાતે
અમૃત ખેડૂત બજાર (પ્રાકૃતિક ખેતીના ખેડૂતો દ્વારા સીધુ વેચાણ)નો મહુવા ખાતે શુભારંભ કરવામા આવ્યોહતો. આ શુભારંભ પ્રસંગ દરમિયાન અધ્યક્ષ સ્થાને મહુવાના ડો.મુકેશ ધોળકિયા, ડો.અશોક ભુટાક, પ્રોજેક્ટડાયરેક્ટર આત્મા ભાવનગર શ્રી બી.આર. બાલદાણીયા, નાયબ ખેતી નિયામક(વિ.) શ્રી જી.એસ.દવે અનેપીડીલાઈટ સિનિયર મેનેજર શ્રી અજીતભાઈ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. મેડિકલ એસોસિએશન અને એગ્રોએસોસિએશન મહુવાના સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.પ્રથમ દિવસે જ અમૃત ખેડૂતબજાર મહુવાના શુભારંભને ખુબ સફળતા મળી હતી.આ પ્રસંગે કુલ ૨૭ ખેડૂતોએ ૧૫ સ્ટોલ પરથી વેચાણ કરેલ અને ગ્રાહકોનો પ્રતીભાવ પણ સારો મળ્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા ફેમિલી ફાર્મર અંગે સમજણ આપીને ફેમિલી ફાર્મર કોંસેપ્ટખુલો મુકવામા આવ્યો હતો. આ કાર્યક્રમથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોમા ખુશીની લહેર જોવા મળી હતી.અમૃત ખેડુત બઝારમા વેચાણ કરનાર ખેડુત માધુભાઈ ગોહીલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષીનુ ઉત્પાદનકરતા ખેડુતોને આ રીતે સીધુ માર્કેટ મળે તો ચોક્કસ પણે ખેડુતોની આવક ડબલ થઈ શકે.
Recent Comments