મીની લોકડાઉન લાવી આ ત્રીજી લહેરની ચેઈન તોડી શકાશે: કોંગ્રેસ
કોંગ્રેસના નેતા સિધ્ધાર્થ પટેલે કહ્યું હતું કે, સરકાર કોરોનાના કેસ અને મોતના આંકડાઓ છુપાવી રહી છે. આ બાબત દેશ અને રાજ્યના લોકો સામે ખૂલ્લી પડી છે. સરકારે જ્યારે જે જે તબક્કે ર્નિણય લેવાના હતા તેમાં પાછી પડી છે. કોરોનાની શરૂઆતમાં ટ્રમ્પનો કાર્યક્રમ અને મેચો રમાડવામાં આવી અને કોરોના વધ્યો હતો. સરકાર અને દેશની સરકાર ચિંતા કર્યા વગર આગળ વધે છે. અમે ૨૬ ડિસેમ્બરે કહ્યું કે વાઇબ્રન્ટ બંધ કરો પણ ૧૦ દિવસ પછી ખબર પડી અને બંધ કર્યો. તેમણે કહ્યું હતું કે, સરકારે ડબ્લ્યુએચઓની ચેતવણી પણ ન સાંભળી આજે સમગ્ર દેશમાં ૪.૩૦ લાખ કેસો છે.
ગુજરાતમાં કોરોનાના ક્યારેય આટલા કેસો આવ્યા નથી. ગઇકાલે ૨૫ હજારની નજીક આંકડો પહોંચી ગયો છે. કોરોના હાલમાં હળવો છે. પરંતુ જ્યારે લોકો અસરગ્રસ્ત થાય ત્યારે તેની અસર ના થાય તેવું નથી. હજી આ આંકડો વધશે.ગુજરાતમાં હવે કોરોનાની લહેર નહીં પણ સુનામી આવી ચૂકી છે. સતત ત્રણ દિવસથી ઓલટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર ૨૪ હજાર ૪૮૫ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો દાવાનળ ફાટ્યો હોય તેમ ૨૫ હજાર જેટલા રાજ્યમાં અને ૧૦ હજાર જેટલા કેસ અમદાવાદમાં નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ દર્દીઓના મોત થયા છે. ત્યારે કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો છે કે કોરોનાની ગંભીર મહામારીમાં સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર નથી. દેશની સરકાર પણ ગંભીર નથી.
ત્રીજી લહેરમાં મોત વધ્યા નથી પરંતુ હવે બે આંકડામાં મોત નોંધાઈ રહ્યાં છે. હવે ત્રીજી લહેરની ચેઈન તોડવી પડે. આ માટે સરકાર પાસે તક છે. પાંચ દિવસની રજા જાહેર કરીને સરકાર કડક નિયંત્રણો લાવે તો ત્રીજી લહેરની ચેઈન તોડી શકાય છે. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ચીનમાંથી કોરોના જ્યારે દેશ વિદેશમાં નહોતો ફેલાયો ત્યારે પણ સરકારે ગંભીરતાથી કોરોનાને લીધો નહોતો. બીજી લહેરમાં રોગ ઘાતક બન્યો અને લાખો લોકો મર્યા છે. સરકાર ૧૦ હજાર લોકોનો આંકડો લઈને બેઠી હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ અને નેતાઓએ ૩ લાખનો આંકડો આપ્યો હતો સુપ્રીમે સવાલો ઉભા કર્યા ત્યારે ૫ લાખ ૮૦ હજાર અરજીઓ થઈ, ૧૫ હજાર પેન્ડિગ છે અને ૧૧ હજાર અરજીઓ પ્રોસેસમાં છે, ૫ હજાર નામંજૂર થઈ છે. અમે નામંજુર થયેલી અરજીઓ પર સવાલ ઉભો કરીએ છીએ. તમે હોસ્પિટલ, કબ્રસ્તાન, સ્મશાનમાંથી આંકડા લઈ શકો છો, માત્ર અઠવાડિયામાં આંકડા મળી જાય છે.રાજકીય તાયફ કરવા ગ્રામ સભા બોલાવો અને એજન્ડા આપી દો.
તો એક જ દિવસમાં સવારે ૧૧થી ૫માં મૃતકોના આંકડા મળી શકે છે.ગુજરાત મોડેલ વિશ્વમાં નિષ્ફળ ગયું છે. કોરોનામાં પ્રજાએ ૨૮ મેટ્રીક ટન સોનુ વેચ્યું છે, લોકોએ મકાન, જગ્યાઓ ગીરવે મુકી છે. સામૂહિક અને વ્યક્તિગત આત્મહત્યા પાછળ પણ આ કોરોના પણ જવાબદાર છે. સાચા આંકડા લાવતા નથી અને કોર્ટમાં માફી માગો છો એ નહિ ચાલે. તમે આ સહાય આપો છો એ ઉપકાર નથી કરતાં. ડબ્લ્યુએચઓ સંસ્થા પણ કહે છે દેશમાં ૩૫થી ૪૦ લાખ મૃત્યુ થયા છે પણ સરકાર માનતી નથી.કેટલાંક લોકો ટેસ્ટ અને હોસ્પિટલમાં દાખલ થયા વગર કોરોનામાં મર્યા એમને કઈ રીતે શોધશે અને સહાય આપશે?સરકાર શા માટે તારીખ પે તારીખ લંબાવે છે. જ્યારે સુપ્રીમ કોર્ટ લપડાક આપે ત્યારે સરકાર સહાય આપે અને કામ કરે છે. અમે કોરોનાની ગાઈડલાઇન અનુસરી અને કોરોનાની સહાય માટે કલેકટર, મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપીશું.
Recent Comments