fbpx
ગુજરાત

રાજકોટથી અમદાવાદના એસટી ભાડામાં રૃપિયા ચારનો વધારો ઝીંકાયો

ગુજરાતમાં હાલ કોરોના વાયરસ બેકાબુ જાેવા મળી રહ્યો છે. કોરોના વાયરસ મહામારીને લઇને ધંધા-રોજગાર પર અસર જાેવા મળી છે. રાજ્યની જનતા એક તરફ કોરોના તો બીજી તરફ મોંઘવારીના માર વચ્ચે પીસાઇ રહી છે ત્યારે રાજકોટથી અમદાવાદ એસટી બસના મુસાફરો માટે ખરાબ સમાચાર આવ્યાં છે. રાજકોટથી અમદાવાદના એસટી ભાડામાં ૪ રુપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
રાજકોટ થી અમદાવાદ આવતા-જતા મુસાફરો માટે ખરાબ સમાચાર આવ્યાં છે. જેમાં એસટી વિભાગ દ્વારા ભાડામાં ૪ રુપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
રાજકોટમાં હાલ નવા બની રહેલા સિવિલ હોસ્પિટલના બ્રિજના કારણે બસના રુટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આમ નવા બની રહેલા બ્રીજના કારણે એસટી બસને ૪ કિલોમીટર જેટલું અંતર વધી ગયું.
આમ એસટી નિગમ દ્વારા ૪ કિમીના અંતર વધવાથી ભાડામાં વધારો કર્યો છે. આમ એક તરફ મોંઘવારીમાં પિસાઇ રહી જનતા માટે ‘સલામતીની સવારી, એસટી અમારી’માં ભાડું વધારી દેવામાં આવતા જનતા માટે ખરાબ સમાચાર આવ્યાં છે.

Follow Me:

Related Posts