વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા યુવાઓએ ૩૦ નવેમ્બર સુધીમાં અરજી કરવી
વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા ૧૪ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ (જનરલ) ને સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવવા માટે કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં ઉપક્રમે દર વર્ષે સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવામાં આવે છે. ચાલુ વર્ષે દસ દિવસ માટે આવો સાહસિક વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજ્યભરમાંથી મળેલ અરજીઓમાંથી ઉમેદવાર પસંદ કરી કુલ ૧૦૦ યુવક-યુવતીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે.
આ વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા અમરેલી જિલ્લાનાં યુવક-યુવતીઓ કે જેમની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૧ નાં રોજ ૧૪ થી ૩૫ વર્ષની હોય તેમણે સાદા કાગળ ઉપર પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણીક લાયકાત, વ્યવસાય, NCC/પર્વતા રોહણ/રમત ગમત સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું દાકતરી પ્રમાણપત્ર, વાલીની સંમતી, તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, ઓળખ કાર્ડ, અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત વગેરે માહિતી દર્શાવતી અરજી તા.૩૦/૧૧/૨૦૨૧ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, રૂમનં. ૨૧૭ , મુ. રાજપીપળા જિ. નર્મદાને મોકલી આપવાની રહેશે.
પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા કુલ ૧૦૦ યુવક-યુવતીઓની આ કાર્યક્રમમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. માત્ર પસંદગી પામેલ યુવક-યુવતીઓને ફોન/પત્ર દ્વારા જાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર યુવક-યુવતીઓને નિવાસ, ભોજન તથા આવવા જવાનું ભાડું સરકારશ્રી તરફથી આપવામાં આવશે.
Recent Comments