સસ્પેન્ડ કરેલા સુનિલ પટેલને કોંગ્રેસે નેશનલ કોર્ડિનેટર તરીકે નિમણૂંક આપી

ફરી એકવાર કાૅંગ્રેસ પાર્ટી દિશા વિહીન થઈ હોય તેવી ઘટના સામે આવી છે. જે વ્યક્તિએ ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામ કર્યું હોય અને આ કામ માટે છ વર્ષ સુધી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેમને રાષ્ટ્રીય જવાબદારી મળી છે. આ નેતાના સસ્પેન્ડ થયાના ૨૪ દિવસમાં જ રાષ્ટ્રીય કક્ષાની જવાબદારી સોંપાઇ છે. ચાંદખેડા વોર્ડના કાર્યકારી પ્રમુખ સુનિલ પટેલને અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામગીરી કરવા બદલ અમદાવાદ શહેર પ્રમુખ શંશિકાત પટેલે પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. આ જ સુનિલ પટેલની ઑલ ઇન્ડિયા અનઓર્ગેનાઈઝ વર્કર્સ કાૅંગ્રેસના નેશનલ કોર્ડિનેટર તરીકે દિલ્હી કાૅંગ્રેસ દ્વારા તેઓની નિમણૂક કરવામાં આવી છે. સુનિલ પટેલની નિમણૂકને પગલે કાૅંગ્રેસ કાર્યકર્તાઓમાં કકડાટ શરૂ થયો છે.
સુનિલ પટેલે જણાવ્યુ હતુ કે, “શહેર પ્રમુખ શંશિકાત પટેલે મનસ્વી રીતે ર્નિણય લઈને તેઓને સસ્પેન્ડ કર્યા હતા. હું આ સસ્પેન્ડ ઓર્ડરને માન્ય ગણતો નથી. હું કાૅંગ્રેસમાં છું અને કાૅંગ્રેસ માટે કામ કરતો રહીશ. માત્ર ચૂંટણી હાર બાદ શહેર પ્રમુખે પોતાની જવાબાદરી સ્વીકારવાને બદલે દોષનો ટોપલો અમારા જેવા કાર્યકર્તા પર નાંખ્યો છે.
સુનિલ પટેલ વધુમાં કહ્યુ હતુ કે, “કાૅંગ્રેસ પાર્ટીમાં કાર્યકર્તા સસ્પેન્ડ કરવાની એક પદ્ધતિથી છે, જેમાં પહેલા કાર્યકર્તાને નોટિસ અપાય છે અને ખુલાસો માંગવાના આવે છે. ત્યાર પછી જાે યોગ્ય જવાબ ન મળે તો સસ્પેન્ડ કરવામાં આવે છે. પાર્ટી પ્રમુખ શંશિકાત પટેલનો આ માત્ર વ્યક્તિગત ર્નિણય છે. તેઓ પોતાને બચાવવા માટે અન્ય કાર્યકર્તાને બલીનો બકરો બનાવી રહ્યા છે.
Recent Comments