fbpx
રાષ્ટ્રીય

સુશાંત આત્મહત્યા કેસઃ એનસીબીએ ફરાર ડ્રગ પેડલર રીગલ મહાકાલની ધરપકડ કરી

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ફરાર રહેલા ડ્રગ પેડલર રીગલ મહાકાલની ધરપકડ કરી હતી. અનુજ કેશવાણીનીને રીગલ મહાકાલ ડ્રગ્સ સપ્લાય કરતો હતો, જે આગળ અન્ય લોકોને સપ્લાય કરતો હતો. આ ધરપકડ બાદ એનસીબીની ટીમ મિલ્લત નગર અને લોખંડવાલામાં દરોડા પાડી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીંથી અત્યાર સુધીમાં ૨.૫ કરોડ રૂપિયાનું ડ્રગ મળી આવ્યું છે.
મળતી માહિતી મુજબ રીગલ મહાકાલ અનુજ કેશવાનીને ડ્રગ્સ સપ્લાયર કરતો હતો, જે આગળ રિયા ચક્રવર્તી અને સુશાંતસિંહ રાજપૂતને સપ્લાય કરતો હતો. રીગલ પાસેથી મળેલી માહિતી બાદ એનસીબી હાલમાં અંધેરી પશ્ચિમ વિસ્તારમાં દરોડા પાડી રહી છે.
એનસીબીની ટીમનું નેતૃત્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે કરે છે. આ દરોડામાં અત્યાર સુધીમાં ઉચ્ચ ગુણવત્તાની મલાણા ક્રીમ અને મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી, જે હાલમાં આરોપીને ત્યાં દરોડા પાડવામાં અવી રહ્યા છે, તે રીગલ મહાકાલને ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર છે. ઉપરાંત, એનસીબીના સૂત્રોએ પુષ્ટિ આપી છે કે રીગલ બી-ટાઉનની કેટલીક હસ્તીઓ સાથે સંકળાયેલ છે. આપને જણાવી દઈએ કે, એનસીબી લાંબા સમયથી રીગેલની શોધ કરી રહી હતી. રીગલની ધરપકડ બાદ પૂછપરછમાં એનસીબીને ઘણી મહત્વપૂર્ણ માહિતી મેળવી શકે છે.

Follow Me:

Related Posts