હની સિંહની મુશ્કેલીઓ વધી, પત્ની શાલિની તલવારે ૧૦ કરોડ વળતરની માંગણી કરી
સિંગર અને રેપર યો યો હની સિંહની મુશ્કેલીઓ વધતી જ જાય છે. પત્ની શાલિની તલવારે તેની સામે ઘરેલુ હિંસાનો આરોપ લગાવતા કેસ કર્યો છે અને હવે એવા સમાચાર સામે આવી રહયા છે કે શાલિનીએ રેપર પતિ પાસેથી ૧૦ કરોડ રૂપિયાના વળતરની પણ માંગણી કરી છે. તીસ હજારી કોર્ટે પણ શાલિનીની અરજી પર હની સિંહ ઉર્ફે હિરદેશ સિંહને ૨૮ ઓગસ્ટ સુધીમાં જવાબ આપવા કહ્યું છે. હની સિંહની સાથે તેના પરિવાર પર પણ શાલિનીને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો આરોપ છે.
શાલિની તલવારે ૩ ઓગસ્ટના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં અરજી કરી હતી. જેમાં પ્રોટેક્શન ઓફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટ હેઠળ તેણે પતિ હિરદેશ સિંહ અને તેના સાસરિયાઓ સામે ફરિયાદ કરી છે. શાલિનીએ દાવો કર્યો છે કે હની સિંહે તેની સાથે ઘણીવાર મારપીટ કરી છે. શાલિની સાથે જાતીય હિંસા પણ કરવામાં આવી છે. શાલિનીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે લગ્ન બાદ હની સિંહે ઘણી મહિલાઓ સાથે ગેરકાયદે સેક્સ સંબંધ બાંધ્યા હતા. હવે શાલિનીએ આ કેસમાં ૧૦ કરોડ રૂપિયાના વળતરની માંગણી કરતા કહ્યું છે કે, આ સંબંધમાં તેની સાથે જાનવરો જેવું વર્તન કરવામાં આવ્યું છે.
શાલિનીના વકીલે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ તાનિયા સિંહે સિંગર હની સિંહને નોટિસ મોકલીને કહ્યું છે કે એ નોઈડામાં જાેઈન્ટ પ્રોપર્ટી વેચવા કે એમાં કોઈને સામેલ ન કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ પત્ની શાલિનીના ઘરેણાંને સાથે પણ કશું ન કરવાની સૂચના આપવામાં આવી છે.
શાલિનીએ પોતાની અરજીમાં કહ્યું છે કે એની સાથે પતિએ ઘણીવાર, મારપીટ કરી છે, એની સાથે હનીમૂન પર પણ મારપીટ કરી, ગાળો આપી, માનસિક ત્રાસ આપ્યો, જાતીય શોષણ કરવામાં આવ્યું. શાલિનીએ આ કેસમાં હની સિંહના માતા-પિતા અને બહેનને પણ આરોપી બનાવ્યા છે. એટલું જ નહીં, તેણે અરજીમાં તેની સાથે કરવામાં આવેલા વર્તનની સરખામણી જાનવરો જેવા વર્તન સાથે કરી છે.
Recent Comments