સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે
આજે મહત્વપૂર્ણ વિકાસકાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિજપડી ગામે રૂ. 2.75 કરોડના ખર્ચે
વિજપડીથી વિજપડી સ્ટેશન સુધીના માર્ગના વિકાસકાર્યનું તેમજ મેરિયાણા ગામે રૂ. 2 કરોડના ખર્ચે
મેરિયાણાથી વનાળા આશ્રમ તરફ જતાં માર્ગના નિર્માણકાર્યનું ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના
હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મેરિયાણાથી વનાળા આશ્રમ તરફનો આ માર્ગ માત્ર ગ્રામ્ય પરિવહન માટે જ નહીં, પરંતુ
વનાળામાં આવેલા પૌરાણિક દ્વારકાધીશ મંદિર સાથે જોડાયેલો હોવાથી ધાર્મિક અને સાંસ્કૃતિક
દૃષ્ટિએ પણ વિશેષ મહત્વ ધરાવે છે.
આ માર્ગના નિર્માણથી મંદિર સુધી આવતા શ્રદ્ધાળુઓ, સંતો-મહંતો તથા આસપાસના ગ્રામજનોને
વધુ સુગમ અને સુવિધાજનક આવાગમન મળી રહેશે. ખાસ કરીને મંદિર તરફના માર્ગના વિકાસ
માટે સીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે લાંબા ગાળે માર્ગની
ગુણવત્તા અને ઉપયોગિતામાં વધારો થશે.
વિજપડી ખાતે રૂ. 2.75 કરોડના ખર્ચે હાથ ધરાનારા વિજપડીથી વિજપડી સ્ટેશન રોડની કામગીરી
અંતર્ગત આશરે 5.50 કિલોમીટર રસ્તા પર ડામર તથા રી-સરફેસિંગની કામગીરી કરવામાં આવશે. આ
ઉપરાંત જરૂરી સ્થળોએ સીસી રોડની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. લાંબા સમયથી માર્ગ
સુવિધાને લગતી જરૂરિયાત ધરાવતા આ વિસ્તારમાં માર્ગનું નવીનીકરણ થતાં સ્થાનિક ગ્રામજનો,
ખેડૂતો, વિદ્યાર્થીઓ તથા વાહનચાલકોને આવાગમનમાં સુવિધા મળશે.
આ બંને વિકાસકાર્યો માટે કુલ રૂ. 4.75 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં
રસ્તાઓની ગુણવત્તામાં સુધારો થાય અને લોકોને સારી પરિવહન સુવિધા મળી રહે તે દિશામાં આ
કામગીરી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, “ગામડાંનો વિકાસ માત્ર રસ્તાના નિર્માણથી
થતો નથી, પરંતુ સારા રસ્તા વિકાસની અનેક નવી તકોના દ્વાર ખોલે છે. વિજપડીથી સ્ટેશન
સુધીનો માર્ગ હોય કે વનાળાના પૌરાણિક દ્વારકાધીશ મંદિર સુધી પહોંચતો માર્ગ હોય—આ બંને
કામો લોકોની જરૂરિયાત અને આસ્થા સાથે જોડાયેલા છે. સરકારના સહયોગથી
સાવરકુંડલા–લિલિયા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓને સતત મજબૂત
બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.”આ બંને માર્ગોના કામ પૂર્ણ થયા બાદ સાવરકુંડલા
તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ જોડાણ વધુ મજબૂત બનશે અને લોકોને આવાગમનની સુવિધામાં
નોંધપાત્ર વધારો થશે
આ પ્રસંગે શ્રી મુકેશભાઈ મહીડા પ્રમુખ પ્રતિનીધી તાલુકા પંચાયત સાવરકુંડલા, શ્રી વિજયભાઈ
ચાવડા પ્રતિનિધિ ચેરમેન તાલુકા પંચાયત,શ્રી દીપકભાઈ માલાણી ચેરમેન માર્કેટિંગ યાર્ડ,જીલ્લા
પંચાયત સદસ્યોશ્રી,તાલુકા પંચાયત સદસ્યશ્રી,સ્થાનિક આગેવાનો, ગ્રામજનો તથા સંબંધિત
અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થતાં વિજપડી અને મેરિયાણા
સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
આવ્યું


















Recent Comments