અમરેલી

દામનગર આંગણવાડી કેન્દ્ર કોર્ડ નંબર 99 માં આંગણ ઉત્સવ ની ઉત્સાહ ભેર ઉજવણી

દામનગર શહેર માં આંગણવાડી માં આંગણ ઉત્સવ ની ઉત્સાહ ભેર ઉજવણી આઈ સી ડી એસ વિભાગ દ્વારા અમરેલી આઈ સી ડી એસ ના માર્ગદર્શન હેઠળ સુપર વાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ ની અધ્યક્ષતા માં આંગણ ઉત્સવ ની ઉજવણી કાર્યક્રમ માં દામનગર નગરપાલિકા ના સદસ્યો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી આશા વર્કર બહેનો વાલી ઓની ઉપસ્થિતિ માં યોજાયેલ આંગણ ઉત્સવ માં પધારેલ મહાનુભૂવો નું કુંમકુંમ તિલક કરી સત્કાર કરાયો હતો શ્રેષ્ટ કામગીરી કરનાર બહેનો ને પુષ્ટિ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા પધારેલ મહાનુભૂવો ના વરદહસ્તે પૂર્ણાશક્તિ માતૃશક્તિ સહિત પૂર્ણ પોષ્ટિક આહાર ના વિવિધ પેકેટ વિતરણ કરાયા હતા બાળકો ને પેન્સિલ બુક ચોકલેટ સહિત ના ઉપહાર થી બાળકો ને નવાજ્યા હતા આંગણવાડી કેન્દ્ર નંબર 99 ના સંચાલક વંદનાબેન સોંલકી હેલ્પર સહિત વાલી ઓની ઉપસ્થિતિ માં આંગણ ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરાય હતી સંપૂર્ણ આંગણવાડી ને સુંદર સુશોભન કરાયું હતું

Related Posts