અમરેલી

રશિયામાં આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવમાં સાવરકુંડલાના ધ્યેયરાજસિંહ પરમારનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ, અતિથિ દેવો ભવ’ વિષય પર વક્તવ્ય આપી ભારતીય સંસ્કૃતિનું વૈશ્વિક સ્તરે ગૌરવ વધાર્યું

સાવરકુંડલાના વિદ્યાર્થી અને હાલમાં એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા ખાતે અભ્યાસ કરતા ધ્યેયરાજસિંહ અર્જુનસિંહ પરમારે રશિયામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવ-૨૦૨૬માં ભાગ લઈ સાવરકુંડલા, એમ.એસ. યુનિવર્સિટી તેમજ સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું છે. એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાના Department of Linguistics અને Department of Russianના માર્ગદર્શન હેઠળ ધ્યેયરાજસિંહ પરમારે તા. ૧૧થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન રશિયાના Yekaterinburg ખાતે યોજાયેલા International Festival of Youth-2026માં ભાગ લીધો હતો. આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં વિશ્વના ૧૯૧ દેશોમાંથી પસંદ થયેલા આશરે ૫,૦૦૦ યુવા નેતાઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ ઉપરાંત તા. ૧૭થી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન રશિયાના Cheboksary (Chuvash Republic) ખાતે યોજાયેલા Nationwide Regional Programsમાં ધ્યેયરાજસિંહે ‘અતિથિ દેવો ભવ’ વિષય પર વક્તવ્ય આપી ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને મહેમાનગતિના મૂલ્યોને વૈશ્વિક મંચ પર રજૂ કર્યા હતા.આ સમગ્ર Global Academic and Cultural Programનો ખર્ચ રશિયન સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ધ્યેયરાજસિંહે રશિયાની વિવિધ ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વિરાસતોની મુલાકાત લઈ ત્યાંની સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાઓને પણ નજીકથી જાણવાનો અવસર મેળવ્યો હતો.આંતરરાષ્ટ્રીય સ્તરના આવા પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં પસંદગી પામી ભારતનું સફળ પ્રતિનિધિત્વ કરવું એ સાવરકુંડલા માટે ગૌરવની બાબત છે. ધ્યેયરાજસિંહ પરમારની આ સિદ્ધિ યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની છે. ધ્યેયરાજસિંહ પરમાર જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે, શિક્ષણ અને જ્ઞાનના ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તથા સાવરકુંડલા અને સમગ્ર દેશનું નામ વિશ્વસ્તરે રોશન કરે તેવી શુભકામનાઓ સાથે સમગ્ર સાવરકુંડલા પરિવાર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts