ભાવનગર

વિકાસશીલ તાલુકો ઘોઘાની ગ્રાન્ટમાંથી રૂા.૨૦ લાખના ખર્ચે મોબાઇલ હેલ્થ યુનિટ માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ

વિકાસશીલ તાલુકો–ઘોઘાની ગ્રાન્ટમાંથી મોબાઇલ હેલ્થ યુનિટ–ઘોઘા માટે મંજૂર કરવામાં આવેલી
ગ્રાન્ટમાંથી રૂા.૨૦.૦૦ લાખના ખર્ચે ખરીદવામાં આવેલી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ લાધવા, જિલ્લા પંચાયત
ઉપપ્રમુખશ્રી સુજાનસિંહ ગોહિલ, કારોબારી ચેરમેનશ્રી તથા જાહેર આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી, જિલ્લા
પંચાયત ભાવનગર તેમજ જિલ્લા પંચાયતના અન્ય પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
મોબાઇલ હેલ્થ યુનિટ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલી આ એમ્બ્યુલન્સના માધ્યમથી ઘોઘા તાલુકાના
ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓને વધુ સુદૃઢ બનાવવામાં મદદ મળશે.

Related Posts