ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માનનીય ચેરમેનશ્રીના માર્ગદર્શન હેઠળ યોગ અંગે જનજાગૃતિ વધારવા તેમજ વધુમાં વધુ લોકોને યોગ સાથે જોડવાના હેતુથી તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે ૨:૩૦થી ૩:૩૦ કલાક દરમિયાન ઓનલાઈન યોગ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ અને મેદસ્વિતા મુક્ત જીવનશૈલી માટે સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
યોગ મેદસ્વિતા મુક્ત જીવન નિર્માણ કરવા માટે અસરકારક ઉપાય છે. ત્યારે યોગ સાથે જોડાવા માટે વધુમાં વધુ સંખ્યામાં લોકો આગળ આવે તે જરૂરી છે. આ ઓનલાઈન વેબિનારમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, બાળકો, યોગ પ્રશિક્ષકો, કોચ તથા યોગપ્રેમીઓ ભાગ લઈ શકશે. વેબિનારમાં ભાગ લેનાર નોંધાયેલા સહભાગીઓને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.
વેબિનાર દરમિયાન યોગ અંગેનું જ્ઞાન, તેના વૈજ્ઞાનિક તથા વ્યવહારુ પાસાઓ તેમજ દૈનિક જીવનમાં યોગના મહત્વ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમરેલી જિલ્લાના શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, સહકારી સંસ્થાઓ, બેંકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, યોગ સંસ્થાઓ તથા વિવિધ સામાજિક સંસ્થાઓને તેમના સભ્યો અને નાગરિકો સુધી વેબિનારની માહિતી પહોંચાડી વધુમાં વધુ લોકોને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.
વેબિનારમાં જોડાવા ઇચ્છુકોએ https://gsybwebinar.live/
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૌને આ જ્ઞાનવર્ધક વેબિનારમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ યોગમય અને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.












Recent Comments