અમરેલી

અમરેલી તાલુકામાં હંગામી ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવવા તા. ૦૮ ઓક્ટોબર સુધી અરજી કરવા સૂચના

સરકારશ્રીની વપરાશોપયોગી માર્ગદર્શિકા અનુસાર આગામી તા. ૮ નવેમ્બર૨૦૨૬ના રોજ દિવાળીના તહેવાર દરમિયાન અમરેલી સબ ડિવિઝનમાં આવતા અમરેલી તાલુકામાં હંગામી-ટેમ્પરરી ફટાકડાનું વેચાણ કરવા ઇચ્છુક વેપારીઓએ ફટાકડાના સંગ્રહ અને વેચાણ માટે સુરક્ષિત સ્થળની વ્યવસ્થા કરી નિયત પ્રક્રિયા મુજબ લાયસન્સ મેળવવા અરજી કરવાની રહેશે.

ફટાકડાના વેચાણ માટેના સ્થળે રહેણાંક મકાન તથા અન્ય સ્થળોથી ઓછામાં ઓછું ૫૦ મીટરનું અંતર જાળવવાનું રહેશે. તેમજ ફટાકડાના સ્ટોલની આસપાસ જ્વલનશીલ પદાર્થો ન હોય તથા સુરક્ષાના નિયમોનું પાલન થાય તે જરૂરી રહેશે. કામચલાઉ શેડમાં ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માટે પણ નિયત ધોરણો મુજબ વ્યવસ્થા કરવાની રહેશે.

લાયસન્સ મેળવવા માંગતા અરજદારોએ ફોર્મ નં. એ.ઈ. ૦૫ માં અરજી કરવાની રહેશે. અરજદારોએ જરૂરી વિગતો સાથે અરજી રજૂ કરવાની રહેશે. સદરહુ લાયસન્સ મેળવવા માંગતા અરજદારોએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીઅમરેલીની કચેરીમાં તા. ૮ ઓક્ટોબર૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે.

નિયત ફોર્મ એ.ઈ.૦૫માં ઠરેલ નમૂનામાં સંપૂર્ણ વિગતો સુચિત કરી અરજી કરવાની રહેશે તથા અરજીમાં સ્થળનો સચોટ નકશો દર્શાવી અરજદારની સહી સાથે સ્થળ દર્શાવતો નકશો જોડવાનો રહેશેઅરજી ઉપર રૂ. ૩-૦૦ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાની રહેશે. અરજી સાથે લાયસન્સ ફી રૂ.૯૦૦ “૦૦૭૦-૬૦-૧૩-૦૦” ના સદરે ચલણની નકલ તથા જરૂરી અન્ય દસ્તાવેજો જોડવાના રહેશે.

સૂચિત સ્થળનો બ્લુ પ્રિન્ટ નકશો અરજદારની સહી સાથે અરજી સાથે ત્રણ નકલમાં રજૂ કરવાનાં રહેશે.સૂચિત સ્થળની માલિકી-ભાડા હક્ક ધરાવતા હોવા અંગેના આધાર-પુરાવા પણ નિયત અરજી સાથે જોડવાના રહેશે.અપૂર્ણ વિગતો અથવા જરૂરી પુરાવા વિના રજૂ કરવામાં આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીંતેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટઅમરેલી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

Related Posts