અમરેલી

ત્રણ ક્રિમીનલ ટાર્ગેટ કેસોના પકડ વોરંટોમાં છેલ્લા દસ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓ તથા
નામ.કોર્ટના વોરંટના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્‍લામા
ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ
તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓ તેમજ નામદાર કોર્ટોના ક્રિમીનલ ટાર્ગેટ કેસોના
વોરંટના આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ
હોય,

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે નામ.ચીફ જયુડી. મેજી. સાહેબ
ધારીનાઓની કોર્ટના ક્રિમીનલ કેસ નંબર ૩૩૨/૨૦૧૫, ૩૩૩/૨૦૧૫, ૩૪૨/૨૦૧૫
એક કુલ ત્રણ ક્રિમીનલ ટાર્ગેટ કેસોના પકડ વોરંટોમાં છેલ્લા ૧૦ વર્ષથી નાસતા ફરતા
આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે બાબરા તાલુકાના ખાનપર
ગામની સીમમાંથી પકડી પાડી, નામ. ધારી કોર્ટ હવાલે કરવા સારૂ આગળની
કાર્યવાહી થવા ધારી પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
 પકડાયેલ આરોપીઃ –
મનોજભાઇ ઉર્ફે મુન્નો લાલજીભાઇ વાઘેલા, ઉ.વ.૩૨, રહે. પાંચવડા ગામની
સીમ,તા.જસદણ, જિ.રાજકોટ હાલ રહે.ખાનપર ગામની સીમ, તા.બાબરા, જિ.અમરેલી.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર
તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts