અમરેલી

રોડ રિસફેસિંગની ગ્રાન્ટ હોવા છતાં સાવરકુંડલાના રસ્તાઓ ખખડધજ: યુવા કાર્યકર ઉવેજ કાદરીની લાલ આંખ

સાવરકુંડલા શહેર અને ખાસ કરીને વોર્ડ નંબર- 9 ના રસ્તાઓની હાલત અત્યંત દયનીય અને જોખમી બની ગઈ છે. રસ્તાઓ પર પડેલા મોટા ગાબડાં અને ખાડાઓને કારણે સ્થાનિક રહીશો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. આ અંગે સામાજિક કાર્યકર ઉવેજ કાદરીએ નગરપાલિકાના વહીવટ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

​ઉવેજ કાદરીએ જણાવ્યા અનુસાર, શહેરના રસ્તાઓ માટે રોડ રિસફેસિંગની ગ્રાન્ટ લાંબા સમયથી પાલિકા પાસે ઉપલબ્ધ છે, છતાં પણ વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે આ રકમનો ઉપયોગ કરવામાં આવતો નથી. શહેરના વિકાસ માટે ફાળવાયેલી ગ્રાન્ટ સમયસર વપરાતી ન હોવાથી રસ્તાઓ દિવસેને દિવસે વધુ બિસ્માર બની રહ્યા છે, જેના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.

​યુવા કાર્યકર ઉવેજ કાદરીએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે વોર્ડ નંબર- 9 સહિત શહેરના તમામ મુખ્ય રસ્તાઓનું રીપેરીંગ કામ શરૂ કરવા માંગ કરી છે.

Related Posts