ભાવનગર

બીજોત્સવ સ્વાતંત્ર્યસેનાની પ્રેમશંકરભાઈ ભટ્ટ બાલમંદિર શિશુવિહારમાં રથયાત્રાની ભક્તિમય ઉજવણી

ભાવનગર સ્વાતંત્ર્યસેનાની શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ બાલમંદિર શિશુવિહારમાં બીજોત્સવ રથયાત્રાની 

ભક્તિમય ઉજવણી શિશુવિહારમાં ભગવાન શ્રી જગન્નાથજીની બાળ રથયાત્રા  ભક્તિમય વાતાવરણમાં ફરી હતી  હતી…

બાળકોને ભારતીય સંસ્કૃતિ, પરંપરા ના મહત્વથી પરિચિત થાય  તેમજ ભગવાન

શ્રી જગન્નાથજી, શ્રી બલભદ્રજી અને શ્રી સુભદ્રાજીના રથયાત્રા મહોત્સવ વિશે સરળ ભાષામાં સમજણ મેળવે તે હેતુથી સર્વ ધર્મ સમભાવ તરીકે યોજાયેલ 

કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા પ્રાર્થના, ભક્તિગીતો અને નાનકડી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું..

આ પ્રસંગે  બાળકોએ ઉત્સાહભેર રથ ખેંચી ભક્તિભાવ સાથે. સમગ્ર બાલમંદિર પરિસર ને  જય જગન્નાથના જયઘોષથી ભરી  આનંદમય તથા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. પ્રસાદ સાથે સંપન્ન થયેલ  ભૂલકાઓ માટે ની રથયાત્રા નું સંકલન આચાર્યશ્રી પ્રીતિબેન ભટ્ટ અને બાલમંદિરના શિક્ષકો દ્વારા થયું  હતું….

Related Posts