ભાવનગર

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી ને VTV NEWS હેલ્થ કોન્કલેવ અને એવોર્ડ-૨૦૨૬ થી સન્માનિત

ભાવનગર જિલ્લા ના ઉમરાળા તાલુકા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી ને VTV NEWS હેલ્થ કોન્કલેવ અને એવોર્ડ-૨૦૨૬ થી સન્માનિત

તા.૬/૭/૨૦૨૬ નાં રોજ અમદાવાદ મુકામે હોટેલ ક્રાઉન પ્લાઝા માં ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગ સ્પોન્સરશીપ અંતર્ગત VTV NEWS, અભિયાન સાપ્તાહિક તથા સમભાવ ગૃપનાં સંયુક્ત ઉપક્રમે હેલ્થ કોન્કલેવ અને એવોર્ડ-૨૦૨૬ અર્પણ વિધિ કાર્યક્રમમાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) ને આ એવોર્ડ ગુજરાત સરકારનાં આરોગ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા નાં હસ્તે તેમજ ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગનાં અધિકારીશ્રીઓ તેમજ સમગ્ર રાજયનાં આરોગ્યક્ષેત્રે કાર્ય૨ત વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતીમાં હોસ્પિટલ વતિ વહીવટકર્તા ટ્રસ્ટીશ્રીઓને અર્પણ ક૨વામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ પસંદગી માટે ગુજરાતની ટ્રસ્ટ સંચાલિત સેવાભાવી અને આરોગ્યક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરતી પાંચ હોસ્પિટલોની પસંદગી ક૨વામાં આવી હતી. જેમાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી આ એવોર્ડ માટે પસંદગી પામેલ છે જે આપણા સહુ માટે ગૌરવની વાત બની છે.

Related Posts