અમરેલી

ગામડા ઓને જીવંત રાખવા સામાજીક સંગઠન ખેડુતોને હુંફ માવતરોને સન્માન દિકરીઓ, મહિલાઓની સુરક્ષા જેવા ઉદેશો સાથે વિજય માગુકિયા ના નેતૃત્વ માં વિજય રથ દ્વારા સામાજિક સંરચના માં અનોખી પહેલ

ભાવનગર શિહોર તાલુકા ના મોટા સુરકા ખાતે પાટીદાર સેવા સંધ દ્વારા આયોજિત “માવતર વંદના” કાર્યક્રમનો સફળતા પૂર્વક પ્રારંભ ગામડા ઓને જીવંત રાખવા સામાજીક સંગઠન દ્વારા ખેડુતોને હુંફ માવતરોને સન્માન દિકરીઓ, મહિલા ઓની સુરક્ષા જેવા ઉજળા અભિગમ થી વિજયભાઈ માંગુકિયા ના નેતૃત્વ માં વિજય રથ    “નથી ખબર શી આફત ખડી છે ખબર માત્ર એટલી જ છે માદરે વતન થી હાકલ પડી છે” વતન ના જતન માટે 

ગામની વિરાસત, સંસ્કાર અને એકતાને જીવંત રાખવાના શુભ હેતુથી આયોજિત માવતર વંદના કાર્યક્રમ ને ભવ્ય અને સફળતા મળી  

કાર્યક્રમમાં ગામના વડીલ માવતર શ્રીઓને તિલક કરીને, ફૂલહાર પહેરાવી અને વંદન કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું.  વડીલો આપણા સમાજની મૂલ્યવાન મૂડી છે. તેમના આશીર્વાદ, અનુભવ અને માર્ગદર્શનથી જ ગામડાંઓની સંસ્કૃતિ અને એકતા અખંડ રહે છે. 

ગામડાંઓને જીવંત રાખવા, વડીલોને માન-સન્માન આપવા અને નવી પેઢીને સંસ્કારો સાથે જોડવાના આ પવિત્ર પ્રયાસને સૌએ વધાવ્યો.વર્ષો સુધી પરિવાર, સમાજ અને ગામ માટે જીવન સમર્પિત કરનાર વડીલોને જ્યારે આદર અને પ્રેમ મળ્યો ત્યારે અનેક માવતરોની આંખો ભીની થઈ ગઈ અને તેઓ ભાવવિભોર બની ગયા. માવતરશ્રીઓએ આ કાર્યક્રમને માત્ર સન્માન નહીં, પરંતુ સંતાનો અને સમાજ તરફથી મળેલો પ્રેમ અને કૃતજ્ઞતાનો અવિસ્મરણીય પ્રસંગ ગણાવ્યો. 

“જે સમાજ પોતાના વડીલોનું સન્માન કરે છે, તે સમાજનું ભવિષ્ય હંમેશા ઉજ્જવળ રહે છે.” 

 ગામડાંઓને જીવંત

 માવતરોને સન્માન

 સંસ્કારોને સ્થાન

 સમાજને સંગઠન

જળ સંચય માટે માર્ગદર્શન જેવા મુદ્દે હકારાત્મક અભિગમ થી પ્રારંભાયેલી મુહિમ વ્યાપક બની વિજયભાઈ માંગુકિયા ના વિઝનરી માર્ગદર્શન હેઠળ માવતર વંદના કાર્યક્રમ થી યુવાનો માં અદમ્ય ઉત્સાહ પ્રગટી ગયો “દૂર રહી ને પણ જે નજીક રહે તેનું નામ સ્વજન છે” આ અંગે વિજયભાઈ માંગુકિયા એ જણાવ્યું હતું કે ગ્રામ્ય સંસ્કૃતિ ને પુનઃ જીવંત કરવા યુવાનો આગળ આવે તેવો અનુરોધ કર્યો હતો અને જવાબદારી શીખવાનું સર્વોત્તમ સાધન કુટુંબ વ્યવસ્થા છે સામાજિક સંવાદિતા એકયતા ભાતૃપ્રેમ નો સુંદર સંદેશ આપ્યો હતો

Related Posts