ગુજરાત

“ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં” આદિવાસી વિસ્તારો ની શેક્ષણિક સંસ્થાન માં પરમાર્થ ટ્રસ્ટ સુરત અને મનોરમા ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા નોટબુક ચોપડા વિતરણ અભિયાન

દાહોદ સાંપ્રત સમયના ઠક્કરબાપા એવા આદિવાસી સમાજ માટે આજીવન અવિરત કાર્ય કરી રહેલા ક્રાંતિકારી પૂ. માર્ગ્યસ્મિત સ્વામીજી ની પ્રેરણા અને માર્ગદર્શન થકી, છેલ્લા પંદર વર્ષથી પરમાર્થ ટ્રસ્ટ, સુરત થકી શ્રી મનોરમા ટ્રસ્ટ ગાંધીનગર અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ચોપડાં, નોટબુક સ્ટેશનરી ઈત્યાદિનું વિદ્યાદાન કરી રહેલ છે. તેઓ છેલ્લા દસેક વર્ષથી, શ્રી ભીલ સેવા મંડળ, દાહોદની નીચે કાર્યરત આશ્રમશાળાઓમાં વિદ્યાદાન કરી રહેલ છે. આ વર્ષે મોરા (મોરવા હડફ), ઈટાડી, વરુણા, વાંગડ, ટીટાડી, તેમ જ ઝાલોદની શબરી કન્યા આ. શાળા, કસ્તુરબા આશ્રમ શાળા અને કુમાર શાળામાં શ્રી મનોરમા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સર્વશ્રી અશોક ત્રિવેદી, સુશ્રી કિન્નરી ત્રિવેદી, ડૉ. નિસર્ગ અને એમની પુત્રી નિર્ઝરી દ્વારા, ગાંધીનગરથી રૂબરુ આવી, વિતરણ કરેલ. આ વર્ષે દસ હજાર ચોપડાનું વિતરણ કરેલ.શ્રી ભીલ સેવા મંડળના પ્રમુખશ્રી શાંતુ ગુરુજી, કોષાધ્યક્ષ શ્રી કમલેશભાઈ તેમ જ અન્ય કારોબારી સભ્યો પણ આખો દિવસ બધી શાળાઓમાં હાજર રહેલ અને દસ હજાર ચોપડાં અને સ્ટેશનરીની સહાય માટે શ્રી મનોરમા ટ્રસ્ટનો આભાર માનેલ. પૂ. ઠક્કર બાપાએ શ્રી ભીલ સેવા મંડળનો પાયો નાખેલ, એ જ રીતે મનોરમા ટ્રસ્ટના પૂર્વજોને પણ બાપાએ પ્રેરણા આપેલ. પૂ. સ્વામીજીએ વિદ્યાર્થીઓને પ્રેરણામય પ્રવચન આપેલ અને અનેક ઉદાહરણો થકી સ્વપ્ન ઊંચું સેવવા અને એને સિદ્ધ કરવા સખત મહેનત કરવા જણાવેલ. રાષ્ટ્રપતિ મુર્મુજી પણ આવી જ આશ્રમશાળામાં રહી આ પદ સુધી પહોંચેલ.સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભારત નારી રત્ન પુરસ્કાર સન્માનિત સુશ્રી નિધિ બ્રહ્મભટ્ટ તેમ જ સેન્ટ્રલ જેલ વિભાગના સમાજ કલ્યાણ અધિકારી શ્રી મિતેષ રાઠવા પણ શરૂથી અંત સુધી હાજર રહી, વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વક્તવ્ય આપેલ….

Related Posts