અમરેલી

દામનગર માં સુરત પરમાર્થ ટ્રસ્ટ સંચાલિત કન્યા છાત્રાલય માં ૨૫૧ દીકરી ઓનો નિઃશુલ્ક પ્રવેશ સમયે સમગ્ર પરિસર દીકરી ઓના કલરવ થી ગુંજી ઉઠ્યું

દામનગર શહેર માં પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત સંસ્થાન માં સમસ્ત લેઉવા પટેલ સમાજ ની ૨૫૧ દીકરી ઓને નિઃશુલ્ક પ્રવેશ સમયે ભાવાત્મક દ્રશ્યો સમગ્ર સૌરાષ્ટ્ર ભર ના અનેક તાલુકા માંથી સમસ્ત લેઉવા પટેલ સમાજ ની દીકરી ઓને સુરત પરમાર્થ ટ્રસ્ટ સંચાલિત પરમાર્થ કન્યા છાત્રાલય દામનગર ખાતે ઉદારદિલ દાતા રત્નો ની ઉદારતા એ ઉચ્ચતર માધ્યમિક ઉચ્ચ શિક્ષણ માટે અભિયાન ગત વર્ષે ૨૦૨૫-૨૬ માં ૧૨૫ દીકરી ઓથી વધી વર્ષ ૨૦૨૬-૨૭ ના શેક્ષણિક વર્ષ માટે ૨૫૧ દીકરી ઓને વિના મૂલ્યે પ્રવેશ એ રચ્યા ભાવનાત્મક દ્રશ્યો અનેક ઉદત કેળવણી પ્રેમી દાતા રત્નો દ્વારા દીકરી દત્તક યોજના અંતર્ગત સમગ્ર સૌરાષ્ટ્ર ભર ના અનેક તાલુકા ઓમાં વસતા સમસ્ત લેઉવા પટેલ સમાજ ના ગરીબ પરિવારો ની દીકરી ઓને સુશિક્ષત કરવા પરમાર્થ સુરત નું વિદ્યાદાન અભિયાન અંતર્ગત દામનગર પરમાર્થ કન્યા છાત્રાલય માં પ્રવેશતી દીકરી ઓના ચહેરા ઉપર સ્પષ્ટ પણે ઉત્સાહ દેખાઈ રહ્યો હતો ખુશ ખુશાલ ૨૫૧ દીકરી ઓનો પરમાર્થ કન્યા છાત્રાલય દામનગર ખાતે ભવ્ય પ્રવેશ પ્રસંગે અનેક ઉદારદિલ દાતા પરિજનો ની ઉપસ્થિતિ જોવા મળી હતી પરમાર્થ ટ્રસ્ટ ના ભરતભાઇ માંગુકિયા એ જણાવ્યું હતું કે નાસ્તિ વિદ્યા સમં ચક્ષુ વિદ્યા થી સમાન કોઈ દ્રષ્ટિ નથી  સા વિદ્યા  યા વિમુક્તયે  બંધન માંથી મુક્ત કરે તેજ ખરી વિદ્યા છે નો સુંદર સંદેશ આપ્યો હતો પ્રવેશ મેળવતી ૨૫૧ દીકરી ઓના પ્રવેશ સમયે જેમ બંધીજન મુક્ત થાય તેવો ઉત્સાહ દીકરી ઓમાં જોવા મળ્યો હતો 

Related Posts