ગુજરાત

યુનિવર્સલ ફાઉન્ડેશન સુરત માં સમગ્ર દેશની સૌથી મોટી સોશ્યલ ઇન્ટ્રનશિપ માં રાજ્ય સહિત આંતર રાજ્ય ના ૬૦૦ થી કોલેજીયન વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો

સુરત યુનિવર્સલ ફાઉન્ડેશન, સુરત : સમગ્ર દેશની સૌથી મોટી સોશ્યલ ઇન્ટ્રનશિપ  જ્યાં ધર્મ, કર્મ અને જીવનરક્ષાના સંસ્કારો સાથે યુવાનોનું સર્વાંગી ઘડતર.

સુરત: છેલ્લા 15 વર્ષથી સમાજ સેવા, રાષ્ટ્ર સેવા, યુવા સશક્તિકરણ, જીવનરક્ષા તાલીમ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના સંવર્ધન માટે કાર્યરત યુનિવર્સલ ફાઉન્ડેશન, સુરત દ્વારા વર્ષ 2026 દરમિયાન મે અને જૂન મહિનામાં 14 દિવસ તથા 21 દિવસની સંપૂર્ણ નિઃશુલ્ક (Free of Fee) ઇન્ટર્નશિપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત અને મહારાષ્ટ્રની વિવિધ યુનિવર્સિટીઓ તથા કોલેજોના 600 થી વધુ વિદ્યાર્થીઓની ભાગીદારી સાથે યોજાયેલી આ ઇન્ટર્નશિપ જીવનરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને રાષ્ટ્રસેવા આધારિત દેશની સૌથી મોટી નિઃશુલ્ક અને નાના યોગદાન યુક્ત ઇન્ટર્નશિપ તરીકે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી રહી છે.

આ ઇન્ટર્નશિપમાં ગુજરાત અને મહારાષ્ટ્રની 8થી વધુ યુનિવર્સિટીઓ તથા વિવિધ કોલેજોના 600થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન જ નહીં, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં ઉપયોગી બને તેવી પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી.

ઇન્ટર્નશિપ દરમિયાન, સ્વચ્છ ભારત મિશન (SBM), સોશિયલ લીડરશીપ અને ડિસિપ્લિન, ફ્લડ રેસ્ક્યુ, વોટર લાઇફ સેવિંગ, ફાયર પ્રિવેન્શન અને સેફ્ટી, CPR અને ફર્સ્ટ એઇડ, સાયબર ક્રાઇમ અવેરનેસ, તાપી શુદ્ધીકરણ,  ટ્રાફિક અને રોડ સેફ્ટી, આપત્તિ વ્યવસ્થાપન, ડ્રગ્સ અવેરનેસ રેલી, કેમ્પ તેમજ જનજાગૃતિ અભિયાન સહિત જીવનરક્ષા સાથે જોડાયેલા અનેક વિષયો પર નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. ઉપરાંત નદી, દરિયા અને કોઝવે જેવા કુદરતી જળાશયોમાં 30થી 45 ફૂટ જેટલા ઊંડા પાણીમાં ફ્લડ રેસ્ક્યુ અને ફલ્ડ લાઇફ સેવિંગના લાઇવ પ્રેક્ટિકલ ડેમોસ્ટ્રેશન દ્વારા વિદ્યાર્થીઓને વાસ્તવિક બચાવ કામગીરીનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.

ઇન્ટર્નશિપ દરમિયાન ગુજરાતની તમામ કોલેજોના વિદ્યાર્થીઓએ સુરત શહેર માટે પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. યુનિવર્સલ ફાઉન્ડેશનમાં આવેલા વિદ્યાર્થીઓ દ્વારા તાપી નદી અને આસપાસના વિસ્તારોમાંથી અંદાજે 8,000 કિલોગ્રામથી વધુ કચરો એકત્રિત કરીને તેનું યોગ્ય સેગ્રીગેશન, નિષ્કર્ષણ (ડિસ્પોઝલ) કરવામાં આવ્યું હતું. તાપી શુદ્ધિકરણ અભિયાન અંતર્ગત બે ટ્રેક્ટર જેટલી જળકુંભી દૂર કરવામાં આવી હતી. ઉપરાંત અસંખ્ય વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ સંરક્ષણની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર અભિયાન દરમિયાન તમામ વિદ્યાર્થીઓ દ્વારા માસ્ક, ગ્લોઝ અને જરૂરી સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમજ સંસ્થા દ્વારા દરેક ઇન્ટર્નના આરોગ્ય અને શારીરિક સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી નિભાવવામાં આવી હતી. આ તમામ કામગીરી સુરત મહાનગરપાલિકાના સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જાહેર જાગૃતિના પ્રયાસોને મહત્વપૂર્ણ સહયોગરૂપ સાબિત થઈ હતી.

આ ઇન્ટર્નશિપનું સૌથી મોટું પરિણામ એ રહ્યું કે 600થી વધુ વિદ્યાર્થીઓને આગ, પૂર, માર્ગ અકસ્માત, પાણીમાં ડૂબવાની ઘટના, કુદરતી આપત્તિઓ તેમજ અન્ય સામાજિક સંકટોની પરિસ્થિતિમાં કેવી રીતે સુરક્ષિત રીતે બચાવ કામગીરી કરવી તે અંગે સંપૂર્ણ પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ વિદ્યાર્થીઓના જીવનમાં કાયમી ઉપયોગી સાબિત થશે અને તેઓ ભવિષ્યમાં સમાજ અને રાષ્ટ્રની સેવા માટે વધુ સજ્જ બની શકશે.

આ સમગ્ર ઇન્ટર્નશિપના મુખ્ય હોસ્ટ તરીકે યુનિવર્સલ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને મુખ્ય ટ્રેનર શ્રી પ્રકાશકુમાર વેકરીયાએ વિદ્યાર્થીઓને જીવનરક્ષા, નેતૃત્વ, શિસ્ત, ધર્મ, કર્મ અને રાષ્ટ્રસેવાના મૂલ્યો સાથે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઇન્ટર્નશિપના કો-હોસ્ટ તરીકે શ્રી આશિષ વડોદરિયા તથા શ્રી અમિત સંઘાણીએ આયોજન, સંકલન અને તાલીમની વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી હતી.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા ઇસ્ટ ઝોન (સરથાણા)ના માર્ગદર્શક શ્રી એસ આઈ ડી.બી. ભટ્ટ દ્વારા તેમની ફર બાદના સમયે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ સંબંધિત અભિયાનોમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના મોટા વરાછા ફાયર સ્ટાફ તેમજ યુનિવર્સલ ફાઉન્ડેશનના સહયોગીઓએ ફાયર સેફ્ટી, ફ્લડ રેસ્ક્યુ અને આપત્તિ વ્યવસ્થાપનની પ્રાયોગિક તાલીમને સફળ બનાવવા મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.

આ ઇન્ટર્નશિપને સફળ બનાવવા માટે સુરત શહેરના માનનીય મેયરશ્રીનો પણ વિશેષ સહયોગ રહ્યો હતો. યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા માત્ર એક જ વખત રજૂઆત અને ભલામણ કરવામાં આવતા મેયરશ્રીએ તાત્કાલિક હકારાત્મક પ્રતિસાદ આપી સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ સાથે જરૂરી સંકલન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના સહયોગના પરિણામે વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટી તથા ફ્લડ રેસ્ક્યુ જેવી મહત્વપૂર્ણ તાલીમ અનુભવી ફાયર અધિકારીઓ અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ પ્રાપ્ત થઈ, જેના કારણે સમગ્ર ઇન્ટર્નશિપ વધુ વ્યવહારુ, અસરકારક અને ગુણવત્તાસભર બની, અંતે તમામ સ્ટુડન્ટ્સને યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા ઇન્ટર્નશિપ સર્ટીફિકેટ અર્પણ કરવામા્ આવ્યા હતા.

          યુનિવર્સલ ફાઉન્ડેશનને વર્ષ 2021-22 દરમિયાન “સ્વચ્છ ચેમ્પિયન” તરીકે સન્માનિત કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી દરમિયાન સંસ્થાએ અંદાજે 1.5 લાખ લોકો સુધી વેક્સિનેશન જાગૃતિ અને સહયોગ અભિયાન સફળતાપૂર્વક પહોંચાડીને સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સમાજસેવા ઉપરાંત સંસ્થા ધર્મ અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં પણ સતત કાર્યરત છે. વર્ષ 2019થી શરૂ કરાયેલા “હર ઘર શંખનાદ” અભિયાન દ્વારા દેશ-વિદેશમાં શંખનાદ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રકાશકુમાર વેકરીયા દ્વારા વર્ષ 2022-23 દરમિયાન દુબઈમાં શંખનાદનું વિશિષ્ટ પ્રદર્શન કરીને ભારતીય સંસ્કૃતિનો વૈશ્વિક સ્તરે પ્રચાર કરવામાં આવ્યો હતો.

ઇન્ટર્નશિપ પૂર્ણ થયા બાદ તમામ ઇન્ટર્ન્સને સર્ટીફિકેટ આપી  “ભણે દેશનું ભવિષ્ય, ઘડે ભવિષ્ય દેશ” આ સૂત્રને સાકાર કરવા માટે યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા દરેક ઇન્ટર્નના નામે એક નોટબુક સુરતના માનનીય મેયરશ્રીને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. આ અનોખી પહેલ દ્વારા વાંચન સંસ્કૃતિ, જ્ઞાનપ્રેમ અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

આજે “Universal Foundation Surat” ગૂગલ પર શોધતા સંસ્થાના વિવિધ સામાજિક પ્રોજેક્ટ, જીવનરક્ષા ઇન્ટર્નશિપ, હર ઘર શંખનાદ અભિયાન, સમાજસેવા અને યુવાનોના અનુભવો સ્પષ્ટ દર્શાવે છે કે અહીં વિદ્યાર્થીઓ માત્ર તાલીમ જ નથી લેતા, પરંતુ ધર્મ, કર્મ, સેવા, શિસ્ત, નેતૃત્વ અને રાષ્ટ્રપ્રેમના સંસ્કારો સાથે જવાબદાર નાગરિક બનવાનું પણ શીખે છે.યુનિવર્સલ ફાઉન્ડેશનનો જીવનમંત્ર સેવા આપો શીખો નેતૃત્વ કરો અને આપણે રાષ્ટ્ર માટે શું કરી શકીએ ? – યુનિવર્સલ ફાઉન્ડેશન, સુરત 

Related Posts