ભાવનગરના ઇસ્કોન ક્લબ ખાતે તા. ૮ જુલાઈ, ૨૦૨૬ને બુધવારના રોજ બપોરે ૩:૦૦ કલાકે રોડ સેફ્ટી
ઓથોરિટી ગુજરાતના કમિશનર શ્રી એસ. એ. પટેલના હસ્તે સડક સુરક્ષા વિષયક વિશેષ પુસ્તકનું વિમોચન કરવામાં
આવશે.
ભાવનગરના ટ્રાફિક ટ્રેનર અને ફોટોગ્રાફર અજયસિંહ જાડેજાએ ટ્રાફિક જાગૃતિ ક્ષેત્રે છેલ્લા ૧૮ વર્ષના
અનુભવના આધારે આ ૯૦ પાનાંનું પુસ્તક તૈયાર કર્યું છે. પુસ્તકમાં રોડ સલામતી અંગે સમજ આપતી ૧૨૦ જેટલી
રંગીન તસવીરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રાફિક ટ્રેનર શ્રી અજયસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, વાંચન કરતાં
દૃશ્યાત્મક રજૂઆત લોકોમાં વધુ અસરકારક જાગૃતિ લાવશે અને ટ્રાફિક નિયમોના પાલન માટે પ્રેરિત કરશે.
પુસ્તક વિમોચન સમારોહમાં ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડે, એડિશનલ કલેક્ટર શ્રી
એન. ડી. ગોવાણી, આરટીઓ શ્રીમતી ઋત્વિજા દાણી, ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડીન ડૉ. ચિન્મય શાહ, ગોહિલવાડ
રાજપૂત સમાજના પ્રમુખ શ્રી વાસુદેવસિંહ ગોહિલ તથા મોટિવેશનલ સ્પીકર શ્રી નેહલ ગઢવી વિશેષ ઉપસ્થિત રહેશે.
આ પુસ્તકને સરસ કલર ફૂલ કરવા માટે ડિઝાઇન નમ્રતાબા ગોહિલ દ્વારા કરવામાં આવી છે
ભાવનગરમાં તા.૮ જુલાઈએ સડક સુરક્ષા પુસ્તકનું વિમોચન કરાશે: રોડ સેફ્ટી અંગે જનજાગૃતિ માટેનો અનોખો પ્રયાસ




















Recent Comments