ભાવનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા કબજે લેવામાં આવેલા કુલ ૩ સરકારી વાહનોની GeM પોર્ટલ મારફતે હરાજી
કરવામાં આવશે. આ વાહનો જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં (As is where is condition) વેચવામાં આવશે.
હરાજીમાં TATA INDIGO (LMV) પ્રકારના ત્રણ વાહનોનો સમાવેશ થાય છે. જેમાં GJ04GA0358 વાહનની કુલ
કિ.મી. ૧૨,૩૯૬, રજીસ્ટ્રેશન તા. ૧૧-૦૪-૨૦૧૬ અને EMD રૂ.૮૩૮; GJ04GA0252 વાહનની કુલ કિ.મી. ૧૫,૭૪૭,
રજીસ્ટ્રેશન તા. ૧૧-૦૪-૨૦૧૬ અને EMD રૂ.૮૩૮ તથા GJ04GA0254 વાહનની કુલ કિ.મી. ૧૦,૪૬૫, રજીસ્ટ્રેશન
તા. ૧૬-૦૨-૨૦૧૬ અને EMD રૂ.૧,૬૨૦ છે.
બોલીદારો માટે PQ રજૂ કરવાની શરૂઆત તા.૦૫/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે તથા અંતિમ સમય
તા.૧૨/૦૯/૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ કલાકે રહેશે. PQ મૂલ્યાંકન તા.૧૪/૦૯/૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ કલાક
સુધી પૂર્ણ કરવામાં આવશે.
EMD ભરવાની શરૂઆત તા.૧૬/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તથા EMD ભરવાની અંતિમ તારીખ
તા.૨૨/૦૯/૨૦૨૬ના રોજ સાંજે ૬:૧૦ કલાકે રહેશે.
હરાજી તા.૨૪/૦૯/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે શરૂ થઈ તા.૨૯/૦૯/૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પૂર્ણ
થશે.
સફળ બોલીદારોએ વાહનના નામ ટ્રાન્સફરની પ્રક્રિયા માટે સંબંધિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે થતાં
તમામ ખર્ચ ભોગવવાનો રહેશે. વધુ વિગતો માટે રસ ધરાવતા બોલીદારો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી,
ભાવનગરનો સંપર્ક કરી શકે છે.
ભાવનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા કબજે લેવાયેલા ૩ સરકારી વાહનોની ૨૪ સપ્ટેમ્બરે GeM પોર્ટલ પર હરાજી થશે















Recent Comments