ભાવનગર

મહુવાના ગઢડા ગામે જિલ્લા કક્ષાની વાવાઝોડું અંતર્ગત મોકડ્રીલ યોજાઇ

મહુવા તાલુકાના ગઢડા ગામે ભાવનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એન.ડી.આર.એફ. ટીમની મદદથી
જિલ્લા કક્ષાની વાવાઝોડું અંતર્ગત મોકડ્રીલ કરવામાં આવી હતી.
જેમાં વાવાઝોડા પહેલા, દરમ્યાન અને બાદ એમ ત્રણ તબક્કાઓમાં વહીવટીતંત્ર દ્વારા કરવાની થતી
કામગીરી જેવી કે, આગોતરી ચેતવણી અને સંદેશા વ્યવહાર, આશ્રયસ્થાનમાં સ્થળાંતર, શોધ અને બચાવ,
પ્રાથમિક સારવાર વગેરેનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ પહેલા સંબધિત અધિકારીઓ સાથે
મહુવા મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી સુસ્મિતા ઈપલ્લાપલ્લી ની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં
આવી હતી.
આ મોક્ડ્રીલ દરમ્યાન મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી મહુવા, તાલુકા મામલતદારશ્રી, તાલુકા
વિકાસ અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી, ગામના
તલાટીમંત્રીશ્રી, સરપંચશ્રી, ગામના અન્ય આગેવાનો અને બહોળી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા.
આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ના ડીપીઓ અને એનડીઆરએફ ટીમના
ઇન્સ્પેક્ટરશ્રી ટીમ સાથે હાજર રહેલ હતી.

Related Posts